Not Set/ અમદાવાદ/ 10 સગર્ભાએ કોરોનાને આપી મ્હાત, ગાયનેક વિભાગમાં ખુશીનો માહોલ

રાજ્યભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે તો બીજીતરફ અનેક લોકો કોરોનાને મ્હાત આપીને બહાર આવી રહ્યાં છે. તો રાજ્યના ગાયનેક વિભાગ માટે પણ અનન્ય ઘટના બની છે. 10 સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી છે. સિવિલ હોસ્પિટલમાં ૧0 સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યના ગાયનેક વિભાગ માટે આ ગૌરવની ઘટના છે. છેલ્લા 45 દિવસમાં 35 […]

Ahmedabad Gujarat
4c4dc326f86b932f8ca3a9dda78f0fbd અમદાવાદ/ 10 સગર્ભાએ કોરોનાને આપી મ્હાત, ગાયનેક વિભાગમાં ખુશીનો માહોલ
4c4dc326f86b932f8ca3a9dda78f0fbd અમદાવાદ/ 10 સગર્ભાએ કોરોનાને આપી મ્હાત, ગાયનેક વિભાગમાં ખુશીનો માહોલ

રાજ્યભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે તો બીજીતરફ અનેક લોકો કોરોનાને મ્હાત આપીને બહાર આવી રહ્યાં છે. તો રાજ્યના ગાયનેક વિભાગ માટે પણ અનન્ય ઘટના બની છે. 10 સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી છે.

સિવિલ હોસ્પિટલમાં ૧0 સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યના ગાયનેક વિભાગ માટે આ ગૌરવની ઘટના છે. છેલ્લા 45 દિવસમાં 35 સગર્ભા ધાત્રીમાતા બનીને સ્વસ્થ થઈ છે. માસુમ નવજાત અને સગર્ભા કોરોના મુક્ત બનતા હોસ્પિટલમાં હર્ષની લાગણી છવાય છે.

કોરોનાની કપરી પરિસ્થિતમાં જ્યારે કેટલીક ખાનગી હોસ્પિટલ પ્રસુતિ માટે નકારે છે ત્યારે સિવિલ હોસ્પિટલ આવી સગર્ભા માટે સહારો બનીને પોતાની ફરજ નિભાવી રહી છે.  જેના પરિણામે આજે સિવિલ હોસ્પિટલની 1200 બેડમાંથી પ્રસુતિની પ્રસન્નતા સાથે 10 સગર્ભાઓ ધાત્રીમાતા બનીને કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફરી હતી. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ સગર્ભાની સંપૂર્ણપણે કાળજી સાથે સામાન્ય પ્રસુતિ કરાવીને તેઓને ઘરે મોકલતા માતાઓ અને નવજાત શિશુઓના મુખે ખિલખિલાટ જોવા મળી રહ્યો હતો.

અમદાવાદ સિવિલમાં આજે કોરોનાગ્રસ્ત 10 સગર્ભા સંપૂર્ણ સ્વસ્થ થઇને પોતાના ઘરે પ્રસન્ન મુખે પરત ફરી તેના પાછળનું કારણ તેઓને હોસ્પિટલમાં મળેલી શ્રેષ્ઠ સારવાર, ભોજન કાળજીપુર્વકના સ્તનપાન અંગે માર્ગદર્શન, રોગપ્રતિકારક શકિત મજબૂત થાય તેના માટે આપવામાં આવતી વિશિષ્ટ દવાઓ, હોસ્પિટલનું ઘર જેવું વાતાવરણ, તબીબો-સ્ટાફનો અભિગમ, સફાઇ કર્મીઓનો સાથ સહકાર અને સાથે સાથે સુચારૂ વ્યવ્સથાપન રહેલુ છે, તેવું સૌ ધાત્રી માતાઓએ કહ્યુ હતુ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન