Not Set/ અમરેલી પંથકમાં ભિમ અગિયારસનાં દિવસે વરસાદ, ખેડૂૂતોને ખુશ થવું કે કેમ તેવી અસમંજસ…

વાવાઝોડું આવશે કે કેમ તેવી અસમંજસ વચ્ચે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં આજે ભિમ અગિયારસનાં દિવસે ધોધમાર વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. આમ તો પૌરાણિક માન્યતાની વાત કરવામાં આવે તો, ભિમ અગિયારસનો વરસાદ શુકન માનવામાં આવે છે. પરંતુ આજે વરસી રહેલા વરસાદ પાછળનું કારણે વાવાઝોડું હોવાનાં કારણે ખુશી કે ગમ તેવી, અસમંજસ પણ જોવામાં આવી રહી છે.   જો કે, હાલમાં જ […]

Gujarat Others
504b3ab030c5a76291e76f7b172452b6 અમરેલી પંથકમાં ભિમ અગિયારસનાં દિવસે વરસાદ, ખેડૂૂતોને ખુશ થવું કે કેમ તેવી અસમંજસ...

વાવાઝોડું આવશે કે કેમ તેવી અસમંજસ વચ્ચે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં આજે ભિમ અગિયારસનાં દિવસે ધોધમાર વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. આમ તો પૌરાણિક માન્યતાની વાત કરવામાં આવે તો, ભિમ અગિયારસનો વરસાદ શુકન માનવામાં આવે છે. પરંતુ આજે વરસી રહેલા વરસાદ પાછળનું કારણે વાવાઝોડું હોવાનાં કારણે ખુશી કે ગમ તેવી, અસમંજસ પણ જોવામાં આવી રહી છે.  

જો કે, હાલમાં જ હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે અને વાવાઝોડાનું વિધ્ન હાલ તુરંત ગુજરાત પરથી ટળી ગયું હોવાની વાતને પુષ્ટી આપવામાં આવી છે. જો કો, વાવાઝોડુ ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે નહીં, પરંતુ વાવાઝોડાની આસરને કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં હવામાન પલટાઇ ગયું હોવાનું અને ભારે વરસાદ વરસવાનું નોંધવામાં આવી રહ્યું છે.

જી હા, અમરેલી જીલ્લાનાં ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ખાંભા પંથકમાં વાતાવરણ પલટો જોવામાં આવ્યો હતો. હનુમાનપુર, તાલડા આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂથયો હોવાનું સામે આવી રહ્યું છે. ખાંભાના ગામ્ય વિસ્તારમાં પવન સાથે  ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોનાં જીવ પડીકે પુરાયા છે.

જો કો, આજે ભિમ અગિયારસ દિવસે વરસાદનું શુકન થતા ખેડૂતોમાં ખુશી પણ જોવામાં આવી રહી છે. વરસાદનાં કારણે ખુશ થવું કે ચિંતિત એ પણ વાવાઝોડાની માફક ખેડૂતો માટે અસમંજસ જેવું લાગી રહ્યું છે. હાલની વાવાઝોડાની સ્થિતિ જોતો જો કો, પવન સાથેનાં વરસાદનાં કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે તે પણ હકીકત છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….