Not Set/ અમૃત પ્રજાપતિની હત્યાના આરોપીની જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરી

આસારામ સામેના કેસમાં સાક્ષી એવા રાજકોટના વૈધ અમૃત પ્રજાપતિની હત્યા કેસમાં શાર્પશૂટર ગણાતા આરોપી બસવરાજ ઉર્ફે બાસુની જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરી છે. બસવરાજ પર અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપ છે. રાજકોટની સેશન્સ કોર્ટે અરજી ફગાવ્યા બાદ તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અને નિયમિત જામીનની માગ કરી હતી. જોકે આ અરજીનો સરકારે વિરોધ કર્યો હતો. 23 […]

Gujarat

આસારામ સામેના કેસમાં સાક્ષી એવા રાજકોટના વૈધ અમૃત પ્રજાપતિની હત્યા કેસમાં શાર્પશૂટર ગણાતા આરોપી બસવરાજ ઉર્ફે બાસુની જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરી છે. બસવરાજ પર અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપ છે. રાજકોટની સેશન્સ કોર્ટે અરજી ફગાવ્યા બાદ તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અને નિયમિત જામીનની માગ કરી હતી. જોકે આ અરજીનો સરકારે વિરોધ કર્યો હતો. 23 મે 2014ના રોજ રાજકોટમાં અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ થયું હતું. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.