International/ અમેરિકામાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ લેતો નથી, અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં જ દોઢ લાખથી વધુ કેસ નોંધાયા | અમેરિકા માટે સૌથી ચિંતાજનક વાત છે સતત બેકાબુ મૃત્યુઆંક, અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં જ 3,900 નાગરિકોના મોત | યુકેમાં કોરોનાનો કોહરામ યથાવત, યુકેમાં છેલ્લાં 24 કલાકમાં જ 1725 નાગરિકોના મોત, યુકેમાં મૃત્યુઆંક 1 લાખને પાર | બ્રાઝીલમાં પણ કોરોના હજુ સુધી બેકાબુ, બ્રાઝીલમાં 24 કલાકમાં જ નવા 64 હજાર કેસ નોંધાયા, જ્યારે કે વધુ 1300 નાગરિકોના મોત | બ્રાઝીલમાં કુલ કેસનો આંકડો હવે 90 લાખને પાર, કુલ કેસની રીતે અમેરિકા અને ભારત પછી બ્રાઝીલ ત્રીજા ક્રમે | મેક્સિકોમાં મૃત્યુઆંક સતત ચિંતાજનક રીતે વધારો છેલ્લાં 24 કલાકમાં મેક્સિકોમાં 1740 નાગરિકોના મોત, મેક્સિકોમાં દોઢ લાખથી વધુ નાગરિકોના મોત | સ્પેનમાં નવા કેસ સતત ચિંતાજનક રીતે 40 હજારથી વધુ, છેલ્લાં 24 કલાકમાં પણ ફરી આંકડો 40 હજારને પાર | આયર્લેન્ડની એક કંપની મો વાટે લઈ શકાય તેવી ટેબલેટ ફોર્મમાં વેક્સિન બનાવી રહી છે, આ વેક્સિન હાલમાં ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં પહોંચી | કેમરોનમાં થયેલાં એક ભીષણ અકસ્માતમાં 53 લોકોના મોત, જ્યારે કે 21 લોકો ઈજાગ્રસ્ત

Breaking News