Not Set/ અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા, સ્ટોર બંધ કરીને ઘરે પરત ફરતી વખતે ગોળી મારવામાં આવી

લેંસેસ્ટરઃ અમેરિકાના કનસાસમાં થોડા દિવસ પહેલા એક ભારતીય એન્જિનિયરની હત્યાનો મામલો હજી શાંત નથી થયો ત્યાં વધુ એક ભારતીયની  અમેરિકામાં હત્યા થઇ છે. ભારતીય મૂળના બિઝનેસમેનની સાઉથ કેરોલીનાના પોતાના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મીડિયા રૂપોર્ટ અનુસાર ગુરુવારની રાતે હર્નિશ પટેલે રાતે 11:24 વાગે દુકાન બંધ કરી હતી. તેના દશ મીનીટ […]

India
harnish patel shot dead અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા, સ્ટોર બંધ કરીને ઘરે પરત ફરતી વખતે ગોળી મારવામાં આવી

લેંસેસ્ટરઃ અમેરિકાના કનસાસમાં થોડા દિવસ પહેલા એક ભારતીય એન્જિનિયરની હત્યાનો મામલો હજી શાંત નથી થયો ત્યાં વધુ એક ભારતીયની  અમેરિકામાં હત્યા થઇ છે. ભારતીય મૂળના બિઝનેસમેનની સાઉથ કેરોલીનાના પોતાના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

મીડિયા રૂપોર્ટ અનુસાર ગુરુવારની રાતે હર્નિશ પટેલે રાતે 11:24 વાગે દુકાન બંધ કરી હતી. તેના દશ મીનીટ બાદ લેંસેંસ્ટર પટેલના ઘરની બહાર તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પટેલની હત્યા,  ટ્રંપના એ નિવેદનના બે દિવસ બાદ થઇ છે.  જેમા તેમણે કનસાસ બારમાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસની હત્યા ની ‘ઘૃણા અને બુરાઇનું કૃત્ય’ ગણાવ્યું હતું.

લેંસેસ્ટરની પોલીસને નથી લાગતું આ કૃત્ય અપરાધનો મામલો છે. તેના પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તારના કાઉન્ટી શેરીફ કહ્યું કે, ‘આ ક્રાઇમ રંગભેદથી પ્રેરિત થઇને કર્યુ હોય મને તેનું કોઇ કારણ નથી લાતું.’