Not Set/ અમેરિકા મીઠી વાતો કરી ભારતને ફોસલાવી રહ્યું છે, પરંતુ જરૂર પડે તો ટેકો નહિ આપે : ચીન

  યુ.એસ.ના સચિવ માઇક પોમ્પિયોના 60000 સૈનિકોની તૈનાત કરવાના નિવેદન ઉઅપર ચીને પ્રતિક્રિયા આપી છે. ચીનના ગ્લોબલ ટાઇમ્સે માઇક પોમ્પિયોના નિવેદનને તેમના લેખમાં સ્મોક બોમ્બ ગણાવ્યો છે. અખબારે નિષ્ણાતોને ટાંકીને કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે સોમવારે યોજવા જઈ રહેલી વાતચીત પર આની કોઈ જ અસર નહી થાય. વાતાઘતા પહેલા પોમ્પીયો નું નિવેદન વાટાઘાટો […]

World
979cab463c9bf8974bc713aec03ce158 અમેરિકા મીઠી વાતો કરી ભારતને ફોસલાવી રહ્યું છે, પરંતુ જરૂર પડે તો ટેકો નહિ આપે : ચીન
 

યુ.એસ.ના સચિવ માઇક પોમ્પિયોના 60000 સૈનિકોની તૈનાત કરવાના નિવેદન ઉઅપર ચીને પ્રતિક્રિયા આપી છે. ચીનના ગ્લોબલ ટાઇમ્સે માઇક પોમ્પિયોના નિવેદનને તેમના લેખમાં સ્મોક બોમ્બ ગણાવ્યો છે. અખબારે નિષ્ણાતોને ટાંકીને કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે સોમવારે યોજવા જઈ રહેલી વાતચીત પર આની કોઈ જ અસર નહી થાય. વાતાઘતા પહેલા પોમ્પીયો નું નિવેદન વાટાઘાટો રોકવા માટે પૂરતું નથી. અખબારે લખ્યું છે કે સોમવારે ભારત અને ચીન વચ્ચેની વાતચીત પર તેની કોઈ અસર નહીં પડે.

હકીકતમાં, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે ચીને ભારતની ઉત્તર સરહદ પર 60 હજાર સૈન્ય તૈનાત કર્યા છે. ટોક્યોથી પરત ફર્યા બાદ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આ વાત કરી હતી.

ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં, યુએસ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય અમેરિકન લોકોને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરાથી બચાવવાનું છે. પ્રધાનોની બેઠકને ટાંકીને તેમને કહ્યું હેતુ કે,  અન્ય ત્રણ દેશો જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગઠબંધન કરવા જઈ રહ્યું છે.  આ દેશો પણ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરા ને સમજે છે. જેવું કે આપણે સમજીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે આવા સ્મોક બોમ્બના માધ્યમથી અમેરિકા ભારતને કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બંને દેશો સાથી છે, પરંતુ જો ભારત અને ચીન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી જાય તો અમેરિકા ભારત સાથે સંપૂર્ણ રીતે ઉભું નહીં રહે. આ માટે યુ.એસ.ના શસ્ત્રોના વેપારને પણ ટાંક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.