પાકિસ્તાનના બંદરગાહ શહેર કરાચીમાં શનિવારે સાંજે હુમલાખોરોએ એક ટ્રક પર ગ્રેનેડ ફેંક્યા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સહિત 20 જેટલા લોકો ટ્રકમાં હતા અને તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ હુમલો કરાચીના બલડિયા શહેરમાં થયો હતો. કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી અને વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે વિરોધાભાસી અહેવાલો મળી રહ્યા છે.
કેટલાક અજાણ્યા લોકોએ ટ્રક પર ગ્રેનેડ ફેંક્યા હતા, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે ટ્રકની અંદર વિસ્ફોટ થયો હતો. હુમલાની નિંદા કરતા કરાચી પોલીસ વડા ઇમરાન યાકુબ મિન્હાસે કહ્યું કે, ગ્રેનેડ હુમલામાં 11 લોકોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો :ચેહરે ફિલ્મના નિર્દેશક રૂમી જાફરીએ રિયા ચક્રવતીની કરી પ્રશંસા
બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે. તેમણે કેટલાક પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને કહ્યું કે મોટર સાયકલ પર આવેલા કેટલાક લોકોએ ગ્રેનેડ ફેંક્યા અને ભાગી ગયા. આતંકવાદ વિરોધી વિભાગના વરિષ્ઠ અધિકારી રાજા ઉમર ખત્તાબે કહ્યું કે, આ આતંકવાદી હુમલો હોવાનું જણાય છે. જે શહેરમાં લોકોમાં ભય અને આતંક ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.
જંગ અખબારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીને ટાંકીને કહ્યું કે તેઓને શંકા છે કે આ વિસ્ફોટ બોમ્બ વિસ્ફોટને કારણે થયો હતો, કારણ કે તેમને ટ્રકમાંથી છરા, બોલ્ટ મળી આવ્યા હતા જે સામાન્ય રીતે દેશી બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હતા.
આ પણ વાંચો :ડાયાબિટીઝને કંટ્રોલ કરવા માટે આજે જ અપનાવો આ ઉપચાર….