Not Set/ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ થોડી ક્ષણોમાં સંભળાવશે સુપ્રીમ નિર્ણય, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પહોચ્યા SC

અયોધ્યા જમીન વિવાદ મામલા પર સુનાવણી પૂર્ણ થયા બાદ હવે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે શનિવારે ચુકાદો આપશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણ ખંડપીઠે 16 ઓક્ટોબરનાં રોજ 40 દિવસની મેરેથોન સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટનાં પાંચ ન્યાયાધીશોની વિશેષ બેંચ ચાર દાવા પર ચુકાદો આપશે. […]

India
CJI અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ થોડી ક્ષણોમાં સંભળાવશે સુપ્રીમ નિર્ણય, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પહોચ્યા SC

અયોધ્યા જમીન વિવાદ મામલા પર સુનાવણી પૂર્ણ થયા બાદ હવે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે શનિવારે ચુકાદો આપશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણ ખંડપીઠે 16 ઓક્ટોબરનાં રોજ 40 દિવસની મેરેથોન સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટનાં પાંચ ન્યાયાધીશોની વિશેષ બેંચ ચાર દાવા પર ચુકાદો આપશે. દાવા નંબર 1 ગોપાલસિંહ વિશારદ સાથે સંકળાયેલ છે, બીજા નંબરના નિર્મોહી અખારા, ત્રીજા નંબર પર સુન્ની વક્ફ બોર્ડ અને ચોથો દાવો રામલાલા વિરાજમાનથી જોડાયેલો છે.

આ વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. આ અગાઉ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાને લઇને સરકાર તરફથી પુરતુ બંદોબસ્ત કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ, આઈબી ચીફ અરવિંદ કુમાર સાથે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.