Not Set/ અરવલ્લીમાં પોલીસની દબંગાઈ, માસ્ક ન પહેરવાના દંડ પેટે સિક્કા આપતા વેપારીને માર્યો માર

અરવલ્લીના બાયડમાં પોલીસની દબંગાઈ સામે આવી છે. કોરોના વાયરસના કારણે સરકારે જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત કર્યું છે. અને માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. બાયડમાં પોલીસે માવાના વેપારીને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે માસ્ક ન પહેરવા બદલ પોલીસે વેપારીને રૂપિયા 200નો દંડ ફટકાર્યો હતો. […]

Gujarat Others
22b33a5079621ddc54ed1fa5b4bedbd2 અરવલ્લીમાં પોલીસની દબંગાઈ, માસ્ક ન પહેરવાના દંડ પેટે સિક્કા આપતા વેપારીને માર્યો માર

અરવલ્લીના બાયડમાં પોલીસની દબંગાઈ સામે આવી છે. કોરોના વાયરસના કારણે સરકારે જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત કર્યું છે. અને માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. બાયડમાં પોલીસે માવાના વેપારીને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આપને જણાવી દઈએ કે માસ્ક ન પહેરવા બદલ પોલીસે વેપારીને રૂપિયા 200નો દંડ ફટકાર્યો હતો. વેપારીએ દંડ પેટે પાંચ અને દસ રૂપિયાના સિક્કા આપતા પોલીસકર્મીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને સિક્કા લેવાનો ઇન્કાર કરી વેપારીને ભરબજારમાં ફટકારતા સનસનાટી મચી ગઈ હતી.

બાયડમાં દૂધની ડેરી ધરાવતા દશરથભાઈ પંડિત તેમની ડેરી પર હતા તે સમયે પોલીસ વાન અહીં પહોંચી હતી અને દશરથભાઈએ માસ્ક પહેર્યું ન હોવાથી 200 રૂપિયા દંડ ફટકાર્યો હતો. જેના પગલે દંડની રકમ પેટે વેપારીએ રૂ. 5 અને 10 ના સિક્કા આપતાં પરચુરણ જોઈને પોલીસે પિત્તો ગુમાવ્યો હતો અને વેપારીને ફટકાર્યો હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો છે.

વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી તપાસીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.

વેપારી દશરથભાઈ પંડિતે જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓએ દંડની રકમ સ્વીકારવાના બદલે અચાનક મને માર માર્યો હતો. આ ઘટના મારી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ છે. આ મામલે વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી તપાસીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.