Not Set/ અરવલ્લી/ ટ્રકની અડફેટે આવતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ જામનગર બાદ હવે અરવલ્લીથી અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા અને કપડવંજ રોડ ખાતે અકસ્માત સર્જાયો હતો. જે બાદમાં ગામ લોકોએ રોડ ચક્કાજામ કરી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે ધનસુરાના હીરાપુર નજીક એક ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર યુવકનું ઘટના […]

Gujarat Others
02e58d4b697af2228c74e47c698b107b અરવલ્લી/ ટ્રકની અડફેટે આવતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ જામનગર બાદ હવે અરવલ્લીથી અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા અને કપડવંજ રોડ ખાતે અકસ્માત સર્જાયો હતો. જે બાદમાં ગામ લોકોએ રોડ ચક્કાજામ કરી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે ધનસુરાના હીરાપુર નજીક એક ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાને ઈજા પહોંચી છે. જે બાદ ગામ લોકોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.

અકસ્માત બાદ રોડ પર બે કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી. અકસ્માતને પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.