Not Set/ અર્થ તંત્રને લઇ બાપ દીકરો આમને-સામને

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ દેશની અર્થવ્યવસ્થાને લઇ NDA સરકાર અને નાણામંત્રી અરુણ જેટલી પર કરેલા પ્રહારોનો જવાબ તેમના જ પુત્ર જયંત સિન્હાએ આપ્યો છે. જયંત સિન્હાએ જવાબ આપતા જણાવ્યું, જીએસટી અને નોટબંધીથી અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે. સરકારે એવા અનેક સુધારા કર્યા છે જેનો ફાયદો આવનારા દિવસોમાં લોકોને મળશે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું, […]

India
ECONOMY PLATE 00049 અર્થ તંત્રને લઇ બાપ દીકરો આમને-સામને

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ દેશની અર્થવ્યવસ્થાને લઇ NDA સરકાર અને નાણામંત્રી અરુણ જેટલી પર કરેલા પ્રહારોનો જવાબ તેમના જ પુત્ર જયંત સિન્હાએ આપ્યો છે. જયંત સિન્હાએ જવાબ આપતા જણાવ્યું, જીએસટી અને નોટબંધીથી અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે. સરકારે એવા અનેક સુધારા કર્યા છે જેનો ફાયદો આવનારા દિવસોમાં લોકોને મળશે.

download 56 1 અર્થ તંત્રને લઇ બાપ દીકરો આમને-સામને

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, જીએસટી, નોટબંધી અને ડિજિટલ પેમેન્ટ ભારતીય અર્થવ્યવસ્થા માટે ગેમ ચેન્જિંગ પ્રયત્નો છે. હજુ સુધી જે ટેક્સ નહતા ચૂકવી રહ્યાં તે સેક્ટરને ટેક્સ શ્રેણીમાં લાવવામાં આવી રહ્યાં છે. લાંબા ગાળે ટેક્સ કલેક્શન વધશે અને રાજ્યો માટે વધુ સંસાધન ઉપલબ્ધ થશે. અર્થવ્યવસ્થામાં સુધાર થશે અને જીડીપી દર પણ વધશે.

મહત્વનું છે કે, યશવંત સિન્હાએ બુધવારે NDA સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, જીએસટી અને નોટબંધીના કારણે કેન્દ્ર સરકાર બેકફૂટમાં જોવા મળી રહી છે તેમજ કેન્દ્ર સરકારે દેશની અર્થવ્યવસ્થાનો કબાડો કરી નાખ્યો છે.