Not Set/ આંણદ/ સોજીત્રા રોડ પર ટેમ્પો નહેરમાં ખાબક્યો,  2 લોકોનાં મોત, 3 લાપત્તા

આંણદના સોજીત્રા રોડ પર ટેમ્પો નહેરમાં ખાબકતા 2 વ્યક્તિના મોત થયા. અકસ્માતમાં 17 ખેત મજૂરો ભરોલી ટેમ્પ નેહરમા઼ ખ્બ્ક્યો હતો. 17 પૈકી 12 લોકોને બચાવી લેવાયા. તંત્ર દ્રારા હાલ ઘટના સ્થળ પર તણાયેલા 3 લોકોને બચાવવા માટેની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.  જો કે આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતાં અને […]

Gujarat Others
0ee6eaff3b9fee9ef9d02df9b346490e આંણદ/ સોજીત્રા રોડ પર ટેમ્પો નહેરમાં ખાબક્યો,  2 લોકોનાં મોત, 3 લાપત્તા

આંણદના સોજીત્રા રોડ પર ટેમ્પો નહેરમાં ખાબકતા 2 વ્યક્તિના મોત થયા. અકસ્માતમાં 17 ખેત મજૂરો ભરોલી ટેમ્પ નેહરમા઼ ખ્બ્ક્યો હતો. 17 પૈકી 12 લોકોને બચાવી લેવાયા. તંત્ર દ્રારા હાલ ઘટના સ્થળ પર તણાયેલા 3 લોકોને બચાવવા માટેની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.  જો કે આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતાં અને તેમણે બાર વ્યક્તિઓને બચાવી લીધા હતાં. જો કે, ડૂબી જવાને કારણે બે મહિલાઓનાં મોત નીપજ્યા હતાં. જ્યારે ત્રણ વ્યક્તિ લાપત્તા થઇ હતી.

 મળતી મહિતી અનુસાર, મંગળવારે સવારે આઠ મહિલા સહિત 16 ખેતમજૂરો સોજિત્રા ગામે ડાંગર કાપવા માટેની મજૂરી કામે ગયા હતાં. દરમિયાન, મજૂરીકામ પૂર્ણ કરીને સાંજે છ વાગ્યે તેઓ ઘર તરફ પરત આવી રહ્યાં હતાં. ત્યારે વાહન ચાલક લલિત તળપદા પુરપાટ ઝડપે સોજિત્રા સીમ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. એ સમયે અચાનક સામેથી વાહન આવતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પાસેથી પસાર થઈ રહેલી કેનાલમાં ખાબક્યો હતો.

આ બનાવ બાદ લોકોની બૂમાબૂમથી આજુબાજુના સ્થાનિકો તેમજ સ્થાનિક તરવૈયા દોડી આવ્યાં હતાં. તેઓએ બાદમાં બચાવ કામગીરી હાથ ધરીને 12 લોકોને બચાવી લીધા હતાં. પરંતુ બે મહિલાઓના મોત નિપજ્યાં હતાં.

આ બનાવની જાણ આણંદ ફાયર બ્રિગેડ અને સોજિત્રા અને પેટલાદ પોલીસને કરવામાં આવી હતી. જ્યારે બે મહિલાના મોત થયા તેમાં ચાલકની પત્ની મધુબેન તળપદા અને સવિતા કનુ તળપદાનું મોત નીપજ્યું હતું. જ્યારે અર્જુન મોહન તળપદા, ભારતી રણછોડ તળપદા અને પારૂલ ચંદુ તળપદા લાપત્તા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ