Not Set/ ‘આ લાઇન ટ્રાફિકની નહીં, “દારૂ”ની છે’ ખુલ્લેઆમ, બેરોકટોક ચાલતો દારૂનો વેપલો

ગાંધીનું ગુજરાત જેટલું દારૂબંધીને લઇને પ્રખ્યાત છે, એટલું જ દારૂબંધીનાં લીરેલીરા ઉડાડતી ધટનાઓ માટે વિખ્યાત છે. ગુજરાતમાં લગભગ કોઇક દિવસ ખાલી જતો હશે, જ્યારે દારુ પકડાવાની કે બુટવેગરો બેફામ બન્યાની ઘટના પ્રકાશમાં નહીં આવતી હોય. બુટલેગરોને પોલીસની કોઇ બીક નથી તે જગ જાહેર છે. અથવા જે કાઇ કારણ હોય બુટલેગરો જાહેરમાં દારૂની હેરાફેરી કરે છે […]

Top Stories Ahmedabad Gujarat
pjimage 14 'આ લાઇન ટ્રાફિકની નહીં, "દારૂ"ની છે' ખુલ્લેઆમ, બેરોકટોક ચાલતો દારૂનો વેપલો

ગાંધીનું ગુજરાત જેટલું દારૂબંધીને લઇને પ્રખ્યાત છે, એટલું જ દારૂબંધીનાં લીરેલીરા ઉડાડતી ધટનાઓ માટે વિખ્યાત છે. ગુજરાતમાં લગભગ કોઇક દિવસ ખાલી જતો હશે, જ્યારે દારુ પકડાવાની કે બુટવેગરો બેફામ બન્યાની ઘટના પ્રકાશમાં નહીં આવતી હોય.

બુટલેગરોને પોલીસની કોઇ બીક નથી તે જગ જાહેર છે. અથવા જે કાઇ કારણ હોય બુટલેગરો જાહેરમાં દારૂની હેરાફેરી કરે છે અને તે પણ બિનદાસ્ત અને બેફિકર સાથે બેરેકટોક. આ વાતની સામે ઘણી પોઝીટીવ દલીલો આવે તે પણ હકીકત છે, પરંતુ આ જોઇને આ દલિલો ઉભી નહી રહી શકે તે પણ વરવી હકીકત છે.

pjimage 1 5 'આ લાઇન ટ્રાફિકની નહીં, "દારૂ"ની છે' ખુલ્લેઆમ, બેરોકટોક ચાલતો દારૂનો વેપલો

અમદાવાદનાં કુબેરનગરમાં દારૂની હેરાફેરીનાં આ દ્વશ્યો એટલા માટે અચરજ પમાળતા નથી કે તેમાં દારૂની હેરાફેરી દ્વશ્યમાન છે. પરંતુ આ હેરાફેરીની સાથે સાથે હેરાફેરી કરવામાં આવી રહેલ સ્થળ પણ તમને અચરજ પમાળશે, કારણ કે આ હેરાફેરી જાહેરમાં ખુલ્લે આમ કરવામાં આવી રહી છે.

કુબેરનગરમાં ધોળા દિવસે જાહેરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. બાઇક ચાલકો દારૂનું કટિંગ કરતા નજરે પડી રહ્યા છે. દારૂનાં કટીંગ માટે અને હેરાફેરી કરવા માટે બાઇક ચાલકો રીત સરનાં સુવ્યવસ્થાનાં ભાગરૂપે લાઇનમાં ઉભા  રહી પોતાનો વારો આવતા પોતે લખાવેલો અથવા ઓર્ડર આપેલો માલ સંભાળે છે. આ દારૂ સ્થાનિક બુટલેગરનો હોવાની સંભાવના જોવામાં આવી રહી છે.

પરંતુ પોલીસને તો આ બુટલેગર કોણ હશે તેની જાણ શી રીતે હોઇ શકે!! અને હોય તો આ રીતે દારુનો વેપલો કોઇ દિવસ ચાલી શકે અને તે પણ અમદાવાદમાં જે મહાત્મ ગાંધી એટલે કે બાપુનું ગુજરાતમાં પ્રિય શહેર હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.