Not Set/ આક્ષેપ/ સુરતમાં કોરોનાનાં કારણે થતા મોતનાં આંકડા મામલે વિવાદ વકરે તેવી ભીતી…

સુરત કોરોના – #કોવિડ-19નાં મૃત્યુઆંક મામલે ફરી વિવાદ થવાની શકયતા જોવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે, પાછલ અઠવાડીયાથી રોજના સરેરાશ 50 મૃતદેહના અંતિમ સંસ્કાર થાય છે. અને મહત્વની વાતએ છે કે, આ તમામ 50 મૃતદેહનાં #કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર થાય છે.  સામે રોજે રોજ બહાર પાડવામાં આવતી સરકારી યાદીમાં આ આંકડો માંડ 12 થી 14 […]

Gujarat Surat
615d2e1c10f5374575d173bc6e46828e આક્ષેપ/ સુરતમાં કોરોનાનાં કારણે થતા મોતનાં આંકડા મામલે વિવાદ વકરે તેવી ભીતી...

સુરત કોરોના – #કોવિડ-19નાં મૃત્યુઆંક મામલે ફરી વિવાદ થવાની શકયતા જોવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે, પાછલ અઠવાડીયાથી રોજના સરેરાશ 50 મૃતદેહના અંતિમ સંસ્કાર થાય છે. અને મહત્વની વાતએ છે કે, આ તમામ 50 મૃતદેહનાં #કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર થાય છે. 

સામે રોજે રોજ બહાર પાડવામાં આવતી સરકારી યાદીમાં આ આંકડો માંડ 12 થી 14 નો હોય છે. બુધવારે એક દિવસમાં 65 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા અને આ તમામનાં મૃતદેહનાં #કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર થાય છે. ઉલ્લેખનીય બાબત છે કે, અંતીમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સ કે શબવાહીનીમાં એક સાથે 3થી 5 મૃતદેહો સ્મશાન લઇ જવાય છે. તમામ બાબતોને લઇને લોકોમાં ચર્ચા થઇ રહી છે અને લોકોમાં ભારે રોષ પણ જોવામાં આવી રહ્યો છે. 

પૂર્વે પણ કોરોનાનાં આંકડા મામલે વિવાદો સામે આવ્યા છે, તે પછી સંક્રમણનાં આંકડા હોય કે કોરોનાનાં કારણે થતા મોતનાં આંકડા હોય. હાલમાં જ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં AMP દ્વારા આરોગ્ય બુલેટીનમાં મોતનાં આંકડા ન આપવા મામલે સરકાર અને તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતની વિદિત વિગતો જોતા આ વિવાદ વઘુ વકરે તેવી સ્થિતિ સ્પષ્ટ જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews