Not Set/ આખો દેશ જાણે છે, શાહથી મોટો કસાબ કોઇ નથીઃ માયાવતી

નવી દિલ્હીઃ યૂપી વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં વોટિંગ વચ્ચે ગુરુવારે આમ્બેડકર નગરમાં સભાને સંબોધન કરતી વખતે બીએસપી સુપ્રિમો માયાવતીએ અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. શાહના કસાબ વાળા નિવેદન પર તેમણે જણાવ્યું હતું કે,  જે સજ્ઞા આપવામાં આવી છે. તે તેમની હલકી માનસિક્તા દર્શાવે છે. માયાવતીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ જાણે છે કે, અમિત […]

Uncategorized
mayawati 23 02 2017 1487842507 storyimage આખો દેશ જાણે છે, શાહથી મોટો કસાબ કોઇ નથીઃ માયાવતી

નવી દિલ્હીઃ યૂપી વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં વોટિંગ વચ્ચે ગુરુવારે આમ્બેડકર નગરમાં સભાને સંબોધન કરતી વખતે બીએસપી સુપ્રિમો માયાવતીએ અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. શાહના કસાબ વાળા નિવેદન પર તેમણે જણાવ્યું હતું કે,  જે સજ્ઞા આપવામાં આવી છે. તે તેમની હલકી માનસિક્તા દર્શાવે છે. માયાવતીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ જાણે છે કે, અમિત શાહથી મોટા કસાબ એટલેકે આતંકી કોઇ નથી.

ઉલ્લેખનીય છે કે, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બુધવારે આજમગઢમાં એક સભામાં કૉંગ્રેસ,સપા, બસપા મોટો હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,  કૉંગ્રેસ, સપા અને બીએસપી કસાબ છે. તેનાથી પ્રદેશને મુક્તિ અપાવવાની છે. ત્રણેય દ્વારા તેને રાજ્યને લૂંટવામાં આવ્યો છે.

અમિત શાહ એ કહ્યું હતું કે, યૂપીમાં 5 વર્ષોથી અખિલેશ સીએમ છે, તો પછી કેમ પુછવામાં આવે છે. કેમ પુછવામાં આવે છે કે અચ્છે દિન કબ આયેગે? શાહે આરોપ લગાવ્યો હતો કે,  લેપટોપ વેચતા પહેલા અખિલેશ ધર્મ પુછે છે. બીજેપીની સરકાર ભેદભાવ વગર લેપટોપ આપશે.