Not Set/ આત્મનિર્ભર ભારતનો અર્થ છે કે ભારત આયાત પર નિર્ભરતા ઓછી કરશે : PM મોદી

વૈશ્વિક કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત કોરોના સામે લડશે અને આગળ વધીને જીતશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વાણિજ્યિક ખાણકામ માટે 41 કોલસાની ખાણોની હરાજી શરૂ કરવા પ્રસંગે આ વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આત્મા નિર્ભર ભારતનો અર્થ એ હતો કે દેશ આયાત પર નિર્ભરતાને ઘટાડશે. […]

India
9e9e6b9f93af16fba335b9159e8bdc3e 1 આત્મનિર્ભર ભારતનો અર્થ છે કે ભારત આયાત પર નિર્ભરતા ઓછી કરશે : PM મોદી

વૈશ્વિક કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત કોરોના સામે લડશે અને આગળ વધીને જીતશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વાણિજ્યિક ખાણકામ માટે 41 કોલસાની ખાણોની હરાજી શરૂ કરવા પ્રસંગે આ વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આત્મા નિર્ભર ભારતનો અર્થ એ હતો કે દેશ આયાત પર નિર્ભરતાને ઘટાડશે. આજે આપણે જે આયાત કરીએ છીએ તેના સૌથી મોટા નિકાસકારો બનીશું, આજે, કોલસાની ખાણોમાં વાણિજ્યિક ખાણકામ દ્વારા, આપણે કોયલા ક્ષેત્રનાં દાયકાનાં લોકડાઉનથી બહાર નિકળી રહ્યા છીએ.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, દેશ જે કોલસા ભંડારથી વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ છે, જે વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ હોય, તે દેશ કોલસાની નિકાસ કરતું નથી, પરંતુ તે દેશ વિશ્વનો બીજો સૌથી મોટો કોલસા આયાત કરનાર દેશ છે. આ સ્થિતિને બદલવા માટે એક પછી એક અનેક પગલા લેવામાં આવ્યા. જે કોલસા લિંકેજની વાત કોઇ વિચારી શકતુ નહોતુ, તે અમે કરીને બતાવ્યું અને આવા પગલાઓનાં કારણે કોલસા સેક્ટરને મજબૂતી પણ મળી. કોલસા નિકાળવાથી લઇને પરિવહન સુધીને સુધારવા માટે જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે, તેનાથી પણ રોજગારની તકો ઉભી થશે, ત્યાં રહેતા લોકોને વધુ સુવિધા મળશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, હવે ભારતે કોલસા અને ખાણકામ ક્ષેત્રને સંપૂર્ણપણે સ્પર્ધા, ભાગીદારી અને તકનીકી માટે ખુલ્લો મૂકવાનો મોટો નિર્ણય લીધો છે, તેમણે કહ્યું કે જ્યારે આપણે કોલસાનાં ઉત્પાદનમાં વધારો કરીએ છીએ, ત્યારે વીજ ઉત્પાદન સાથે સ્ટીલ, એલ્યુમિનિયમ, ખાતર અને સિમેન્ટ જેવા અન્ય ઘણા ક્ષેત્રોમાં ઉત્પાદન અને પ્રક્રિયા કરવા પર પણ તેની સકારાત્મક અસર છે. આપણે આત્મનિર્ભર ભારત બની શકીએ છીએ. આપણે આત્મનિર્ભર ભારત બનાવી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.