Not Set/ આમિર ખાનના પગલાઓ પર ચાલી રહ્યો છે સિદ્ધાર્થ

રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ રંગ દે બસંતીમાં સિદ્ધાર્થે દિગ્ગજ અભિનેતા આમિર ખાન સાથે કામ કર્યું હતું. તે સમયે આમિર ખાન દ્વારા ફિલ્મના પ્રમોશનમાં વાપરવામાં આવેલી રસપ્રદ રણનીતિથી સિદ્ધાર્થ ખૂબ જ પ્રેરિત થયો હતો. આમિર વિશે બોલતાં સિદ્ધાર્થ તેને ઘણીવાર પર્ફેક્શનિષ્ટ કહે છે. તે કહે છે બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ પ્રમોશન પહેલાં આમિર […]

Entertainment
news2405 આમિર ખાનના પગલાઓ પર ચાલી રહ્યો છે સિદ્ધાર્થ

રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ રંગ દે બસંતીમાં સિદ્ધાર્થે દિગ્ગજ અભિનેતા આમિર ખાન સાથે કામ કર્યું હતું. તે સમયે આમિર ખાન દ્વારા ફિલ્મના પ્રમોશનમાં વાપરવામાં આવેલી રસપ્રદ રણનીતિથી સિદ્ધાર્થ ખૂબ જ પ્રેરિત થયો હતો. આમિર વિશે બોલતાં સિદ્ધાર્થ તેને ઘણીવાર પર્ફેક્શનિષ્ટ કહે છે. તે કહે છે બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ પ્રમોશન પહેલાં આમિર સૌ પ્રથમ તેના પ્રેક્ષકોની પસંદગી વિષે અનુમાન લગાવે છે.

આમિરની આ રણનિતી હવે સિદ્ધાર્થ દ્વારા તેની આગામી હોરર ફિલ્મ ‘ધ હાઉસ નેક્સટ ડોર’ ને પ્રમોટ કરતી વખતે અપનાવવામાં આવી રહી છે. રસપ્રદ રીતે આ ઓડિયન્સ ટેસ્ટિંગ નું પરિણામ સિદ્ધાર્થ માટે અત્યંત અનુકૂળ રહ્યું હતું. સિદ્ધાર્થ કહે છે કે ઓડિયન્સ ટેસ્ટિંગ તમારી ફિલ્મ વિશે જાણવાનો ઉત્તમ માર્ગ છે. અને મેં આ જ્યારે અમારી ફિલ્મ રંગ દે બસંતી રજૂ થઈ હતી ત્યારે જોયું હતું. અને જ્યારે અમે આપણા દેશની શ્રેષ્ઠ હૉરર મૂવી બનાવના પ્રયાસો કરી રહ્યા છીએ ત્યારે અમને ઓડિયન્સ ટેસ્ટિંગ નો વિચાર ખૂબ જ ઉત્તમ લાગ્યો. સિદ્ધાર્થ કહે છે કે આ એક હોરર ફિલ્મ છે જે તમને ખૂબ ડરાવશે.