International/ ઈરાના ટોચના રાજદ્વારીએ અમેરિકાની બાઈડેન સરકારને ન્યૂક્લિયર ડીલમાં ફરી જોડાવા અપીલ કરી, ટ્રમ્પ ઈરાન સાથેની ન્યૂક્લિયર ડીલમાંથી બહાર થઈ ગયા હતાં । યુકેમાં વેક્સિન સવા કરોડ લોકો સુધી પહોંચી ગઈ, જો કે છેલ્લાં 24 કલાકમાં યુકેમાં ફરી 825 નાગરિકોના મૃત્યુ, મૃત્યુદર અહીં ઘટવાનું નામ નથી લઈ રહ્યો । બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં જ 48,700 નવા કેસ નોંધાયા, આ સાથે જ બ્રાઝીલમાં કુલ કેસનો આંકડો હવ 95 લાખ સુધી પહોંચી ગયો । ફ્રાન્સમાં સ્થિતિ હજુ પણ આઉટ ઓફ કંટ્રોલ, ફ્રાન્સમાં કુલ કેસનો આંકડો 33 લાખ પર પહોંચ્યો, જેની સામે એક્ટિવ કેસની સંખ્યા હજુપણ 30 લાખથી વધુ । જર્મનીમાં કુલ કેસ ભલે 23 લાખની નજીક પહોંચી ગયા હોય પરંતુ ત્યાં રિકવરી રેટ સારો હોવાને લીધે ફ્રાન્સ જેવી સ્થિતિ નથી, જર્મનીમાં હાલમાં માત્ર 2 લાખ જ એક્ટિવ કેસ । મેક્સિકોમાં નવા કેસ 13 હજાર જ નોંધાયા પણ મૃત્યુઆંક તેમ છતાં છેલ્લાં 24 કલાકમાં 1300થી વધુ નોંધાયો, મેક્સિકોમાં મૃત્યુઆંકમાં કોઈ રાહત નહીં । એશિયામાં હાલમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો તે ઈન્ડોનેશિયાની, ઈન્ડોનેશિયાએ ચીનની સાઈનોવેકને મંજૂરી આપી

Breaking News