National/ ઉત્તરાખંડમાં બીજી ટનલમાં 30 લોકો ફસાયાની આશંકા, આઈટીબીપી તેમના સુધી પહોંચવાની કોશિશમાં, આજે રેસ્ક્યૂ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચી શકે । ઉત્તરાખંડમાં રેસ્ક્યૂ ઓપરેશન રાતભર ચાલુ રખાયું, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને સીએમ રાવત રાતભર રેસ્ક્યૂ ઓપરેશનને લઈને સ્ટેન્ડ બાય રહ્યાં | ઉત્તરાખંડ દુર્ઘટના પર અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને દુખ વ્યક્ત કર્યું અને ભારતની દરેક સંભવ મદદની તૈયારી દર્શાવી | દેશમાં છેલ્લાં 24 કલાકમાં કુલ કેસ અને રિકવરી બંને સમાંતર રહ્યાં, છેલ્લાં 24 કલાકમાં 11,700 નવા કેસની સામે રિકવરી પણ એટલી જ નોંધાઈ | કેરળમાં કોરોના કાબૂમાં આવવાના કોઈ સંકેત દેખાતા નથી, છેલ્લાં 24 કલાકમાં અહીં વધુ 6 હજાર નવા કેસ નોંધાયા, જે દેશના કુલ કેસના 50 ટકાથી પણ વધુ | કેરળમાં કુલ ટેસ્ટિંગ હવે 1 કરોડને પાર, આ સાથે જ 1 કરોડ ટેસ્ટ કરનારું કેરળ દેશનું 9મુ રાજ્ય, દેશમાં કુલ 20 કરોડથી વધુ ટેસ્ટ કરાયા | દેશમાં વેક્સિનેશન પૂરજોશમાં, રવિવારે રાત્રિ સુધીમાં દેશમાં કુલ 57.75 લાખ લોકોને કોરોના વેક્સિન અપાઈ | કોંગ્રેસે પોતાના રાજ્યસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યો, આજે સદનમાં ફરજિયાત હાજર રહેવા માટે વ્હીપમાં આદેશ કરાયો

Breaking News