Uttarkhand News/ ઉત્તરાખંડ હલ્દવાની હિંસાના મુખ્ય સૂત્રધારની થઈ ઓળખ, ફરાર કાવતરાખોરને શોધવા પોલીસના દરોડા, NSA લગાવવાની તૈયારી

ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરૂવારે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો. હલ્દવાનીમાં ભડકેલ હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે ચારથી વધુ લોકોના મોત નિપજયા છે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 10T143841.772 ઉત્તરાખંડ હલ્દવાની હિંસાના મુખ્ય સૂત્રધારની થઈ ઓળખ, ફરાર કાવતરાખોરને શોધવા પોલીસના દરોડા, NSA લગાવવાની તૈયારી

ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરૂવારે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો. હલ્દવાનીમાં ભડકેલ હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે ચારથી વધુ લોકોના મોત નિપજયા છે. આ હિંસમાં સૌથી વધુ ઇજાપામનાર લોકોમાં પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હલ્દવાની હિંસા મામલે તપાસમાં આવ્યું કે આ અચાનક ફાટી નીકળેલ આ હિંસા મુખ્ય સૂત્રધાર દ્વારા કાવતરું ઘડાયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અબ્દુલ મલિક આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર છે. અબ્દુલનો જ મલિક બગીચા પર કબજો હતો, જ્યાં વહીવટીતંત્રની ટીમ ગેરકાયદે બાંધકામ તોડવા ગઈ હતી. નોંધનીય છે કે ગુરુવારે થયેલી હિંસા બાદ સમગ્ર શહેરમાં હજુ પણ તણાવનું વાતાવરણ હોવાથી સાવચેતીના પગલારૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે શહેરમાં લાદવામાં આવેલા કર્ફ્યુમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. હિંસા બાદ ત્રીજા દિવસે પણ શાળા, કોલેજો અને બજારો બંધ છે.

મુખ્ય સૂત્રધારને શોધવા પોલીસ એકશનમાં

હિંસાનો મુખ્ય સૂત્રધાર અબ્દુલ મલિક ફરાર થઈ ગયો છે. તેની શોધમાં પોલીસની ઘણી ટીમો અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હલ્દવાની પોલીસ અબ્દુલ મલિક પર NSA લગાવવાની તૈયારી કરી રહી છે. નૈનીતાલના એસએસપીએ કહ્યું કે પોલીસ બીજા ઘણા મુખ્ય કાવતરાખોરોને શોધી રહી છે.અબ્દુલ મલિકની સાથે પોલીસના રડાર પર ઘણા વધુ કાવતરાખોરો છે. પોલીસ હિંસા દરમિયાન અબ્દુલને કોણે સાથ આપ્યો તે બાબતની પણ તપાસ કરી રહી છે. હલ્દવાની હિંસામાં છ લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 100થી વધુ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આરોપીઓની ધરપકડ કરી

અત્યાર સુધીમાં પોલીસે ત્રણ એફઆઈઆર નોંધી છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અરશદ અને જાવેદ નામના લોકોનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 147, 148, 307,332, 333, 353 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ અબ્દુલ મલિકના ફોન કોલ રેકોર્ડના આધારે તેનો ગુનાહિત જૂના ઇતિહાસની તપાસમાં લાગી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અબ્દુલનું દિલ્હીમાં પણ એક ઘર છે. હલ્દવાની શહેરમાં હિંસા બાદ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. દુકાનો બંધ છે. શહેરમાં કર્ફ્યુ છે. જો કોઈને ખલેલ પહોંચાડતા જોવા મળે તો તેને જોતા જ ગોળી મારવાના આદેશો છે. શાળા-કોલેજો પણ બંધ છે.

પોલીસ પર હુમલો

ગુરુવારે એટલે કે 8મી ફેબ્રુઆરીના રોજ વહીવટીતંત્રની ટીમ ગેરકાયદેસર જમીન પર બનેલ મદરેસા અને નમાઝ સ્થળને તોડી પાડવા ગઈ હતી. આ કાર્યવાહી બાદ બદમાશોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. ચારે બાજુથી પથ્થરમારો શરૂ થયો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ પછી અસામાજિક તત્વો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો. આ સમગ્ર મામલે ડીએમ વંદના સિંહે કહ્યું કે પોલીસ સ્ટેશન પર હુમલો કરીને અધિકારીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે લોકલ ઈન્ટેલિજન્સ યુનિટે હલ્દવાની પ્રશાસનને ચેતવણી આપી હતી. પરંતુ, હળવદની પોલીસે તેની અવગણના કરી હતી. LIUએ સવારે અતિક્રમણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે, પોલીસે LIUના ઇનપુટ પર ધ્યાન આપ્યું ન હતું. ડિવિઝનલ કમિશનર દીપક રાવતને હલ્દવાનીમાં બનેલી ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. દીપક રાવતને 15 દિવસમાં હળવદની વનભૂલપુરામાં બનેલી ઘટનાનો નિષ્પક્ષ તપાસ રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Statute OF Unity/સ્ટેચ્યુ ઓફ યુનિટિ : મુલાકાતીઓની સુવિધામાં વધારો,  મળશે નવું એરપોર્ટ, 520 એકરમાં બનશે

આ પણ વાંચો: અમદાવાદ/10 મહિનામાં ટિકિટ ચેકિંગ ઝુંબેશથી થઈ આટલા કરોડની આવક..