Not Set/ એએમસીએ લીધો સૌથી મોટો નિર્ણય, 15મે પછી નિયમો સાથે ખુલશે શાકભાજી-કરીયાણાની દુકાનો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 15 મે સુધી અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે મનપા દ્વારા શાકભાજી અને દુકાન ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 15મી મેથી શહેરમાં શાકભાજી અને કરિયાણું ઉપલબ્ધ થશે. સાથેજ હેલ્થ સ્ક્રિનિંગ કરાયેલા ફેરિયાઓ અને દુકાનદારો શાકભાજી અને કરિયાણાનું વિતરણ કરી શકશે. ઉલ્લેખનીય […]

Ahmedabad Gujarat
25f7028dbd7bf660675919e158422fb6 એએમસીએ લીધો સૌથી મોટો નિર્ણય, 15મે પછી નિયમો સાથે ખુલશે શાકભાજી-કરીયાણાની દુકાનો
25f7028dbd7bf660675919e158422fb6 એએમસીએ લીધો સૌથી મોટો નિર્ણય, 15મે પછી નિયમો સાથે ખુલશે શાકભાજી-કરીયાણાની દુકાનો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 15 મે સુધી અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે મનપા દ્વારા શાકભાજી અને દુકાન ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 15મી મેથી શહેરમાં શાકભાજી અને કરિયાણું ઉપલબ્ધ થશે. સાથેજ હેલ્થ સ્ક્રિનિંગ કરાયેલા ફેરિયાઓ અને દુકાનદારો શાકભાજી અને કરિયાણાનું વિતરણ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરાના વાઇરસના સંક્રમણને કાબુમાં લેવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે બપોરે ૧૨૦૦ કલાકે યોજાઈ હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, આઈ..એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી તા.૧૫/૦૫/ર૦ર૦ના રોજ સંપૂર્ણ લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થતો હોઈ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી વગેરે ઉપલબ્ધ થાય તે માટે તેને સંલગ્ન દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યું.

ગુજરાતી સમાચાર: અમદાવાદ-ગાંધીનગરમાં ...

શહેરમાં દુકાનોને સવારના 8થી બપોરે 3 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવી છે. તેમજ ફેરિયાઓ અને દુકાનદારોનું હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ 7 દિવસ સુધી માન્ય રહેશે બાદમાં તેને રિન્યુ કરાવવું પડશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

વેચાણ કરતી વખતે સામાજીક અંતર ફરજીયાતપણે જાળવવાનું રહેશે. કન્ટેનમેન્ટ એરિયામાંથી કોઈપણ સ્ટાફને કામગીરી સોંપી શકાશે નહીં.  કોરોના સંક્રમણથી બચવા શક્ય હોય ત્યાં સુધી ડીઝીટલ પેમેન્ટથી વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જો કે આમ કરવું ફરજીયાત નથી.

રોકડથી પણ વ્યવહાર થઈ શકશે પરંતુ રોકડ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવાની રહેશે. તેવી રીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપલે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.

દુકાનમાં કામ કરતા તમામ (માલિકો તેમજ કામદારો) તથા ફેરિયાઓએ હેન્ડ ગ્લટ્ઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે. ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે.

હોમડીલીવરી કરતી વિવિધ એજન્સીઓ જેવી કે,  ડીમાર્ટ, ઓશિયા હાયપરમાર્ટ, બીગબાસ્કેટ, બીગ બજાર, ઝોમેટો, સ્વીગી  તેમજ તેના જેવા અન્ય તમામ હોલસેલ તેમજ રીટેઈલ હોમ ડીલીવરી એજન્સીઓએ પણ ઉપર દર્શાવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપાલન કરવાનું રહેશે પરંતુ હોમડીલીવરી માટે સવારના ૧૦ વાગ્યાથી બપોરના વાગ્યા સુધીનો સમયગાળો રહેશે. હોમડીલીવરી માટે સામાન્ય રીતે જુદીજુદી મોબાઈલ એપનો ઉપયોગ થતો હોય પેમેન્ટ પણ એપ મારફતે ડીઝીટલ મોડથી કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.