Not Set/ એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમ સહિત પાર્કિંગ સેન્સર્સ, જુલાઈ 2019 પછીથી કોઈ પણ કારમાં ફરજિયાત

યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા મંજૂર કરેલી દરખાસ્ત મુજબ 1 જુલાઈ 2019 પછીથી કોઈ પણ ઉત્પાદન કરાયેલ કારમાં એરબેગ્સ, સીટ બેલ્ટ રીમાઇન્ડર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ્સ, રીવર્સ પાર્કિંગ લાઇટ જેવી બધી એડવાન્સ સુરક્ષાની સુવિધાઓથી સજ્જ હોવી જોઈએ. આ પગલાનો હેતુ ભારતના રસ્તાઓ પર પેસેન્જર તેમજ રાહદારીની સલામતીને ધ્યાનમાં રાખવાનો છે. હાલમાં ફક્ત લક્સઝરી કારમાં જ આવી […]

Business
news30.10.17 1 એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમ સહિત પાર્કિંગ સેન્સર્સ, જુલાઈ 2019 પછીથી કોઈ પણ કારમાં ફરજિયાત

યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા મંજૂર કરેલી દરખાસ્ત મુજબ 1 જુલાઈ 2019 પછીથી કોઈ પણ ઉત્પાદન કરાયેલ કારમાં એરબેગ્સ, સીટ બેલ્ટ રીમાઇન્ડર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ્સ, રીવર્સ પાર્કિંગ લાઇટ જેવી બધી એડવાન્સ સુરક્ષાની સુવિધાઓથી સજ્જ હોવી જોઈએ. આ પગલાનો હેતુ ભારતના રસ્તાઓ પર પેસેન્જર તેમજ રાહદારીની સલામતીને ધ્યાનમાં રાખવાનો છે. હાલમાં ફક્ત લક્સઝરી કારમાં જ આવી સુવિધાઓ જોવા મળે છે.

સમાચાર મુજબ ઉપરોક્ત તારીખ પછી ઉત્પાદિત તમામ કારને એરબેગ્સ, સીટ બેલ્ટ રીમાઇન્ડર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ્સ, રિવર્સ પાર્કિંગ લાઇટથી સજ્જ કરવું જરૂરી છે. તે નોંધવું જોઈએ કે હાલમાં રસ્તા પરના દુર્ઘટનાઓને રોકવા માટે આ સુવિધાઓ ખાલી એડવાન્સ લક્ઝરી વાહનોમાં જ જોવા મળે છે. પરિવાહન મંત્રાલયના અધિકારીએ જણાવ્યું જતું કે, “નવી કાર એક એવી સિસ્ટમ સાથે ફીટ કરવામાં આવશે જે ઑટોમૅટિક ઑડિઓ એલર્ટ રજુ કરશે જયારે કારની ગતિ 80 કિલોમીટર પાર કરી જશે. જો વાહન 100 કિ.મી. દૂર હશે અને તેની સ્પીડ 120 કિ.મી.થી વધારે હશે ત્યારે ઑડિઓ એલર્ટ નોન-સ્ટોપ અને વધુ શાર્પ બની જશે.” યુનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે રોડ અકસ્માતો રોકવા માટે વધારાની સલામતી સુવિધાઓ મંજૂર કરી છે જે દર વર્ષે હજારો જીવ બચાવાનો દાવો કરે છે.