Not Set/ કપિલ શર્માએ કર્યો ખુલાસો, પોતાને ઓફિસમાં બંધ કરી 12 દિવસ સુધી પીધો દારૂ

સુનિલ ગ્રોવર અને કપિલ શર્માનો ફ્લાઈટમાં થયેલ ઝઘડો આ વર્ષે ખુબ જ ચર્ચા નો વિષય રહ્યો છે. હવે આ હાઈવોલ્ટેજ ઝઘડા પર કપિલ શર્માએ સ્પષ્ટ વાત કરી છે. હાલમાં જ પોતાની ફિલ્મ ફિરંગીના ટ્રેલર લોન્ચ વખતે કપિલે આ ઝઘડા પર પોતાની વાતનો ખુલાસો કર્યો હતો. ક્યારેક સારા મિત્રો ગણાતા સુનિલ એટલે કે ગુંથીના સાથે થયેલા […]

Entertainment
download 42 કપિલ શર્માએ કર્યો ખુલાસો, પોતાને ઓફિસમાં બંધ કરી 12 દિવસ સુધી પીધો દારૂ

સુનિલ ગ્રોવર અને કપિલ શર્માનો ફ્લાઈટમાં થયેલ ઝઘડો આ વર્ષે ખુબ જ ચર્ચા નો વિષય રહ્યો છે. હવે આ હાઈવોલ્ટેજ ઝઘડા પર કપિલ શર્માએ સ્પષ્ટ વાત કરી છે. હાલમાં જ પોતાની ફિલ્મ ફિરંગીના ટ્રેલર લોન્ચ વખતે કપિલે આ ઝઘડા પર પોતાની વાતનો ખુલાસો કર્યો હતો. ક્યારેક સારા મિત્રો ગણાતા સુનિલ એટલે કે ગુંથીના સાથે થયેલા ઝઘડા ઉપર બોલતા કપિલે કહ્યું કે હું માનું છું કે ફ્લાઈટમાં જે કઈ પણ થયું એમાં મારી ભૂલ હતી. મારે કોઈની સાથે ગાળાગાળી નોહતી કરવી જોઈતી. સુનીલ સાથે ફ્લાઇટમાં જે કઈ પણ થયું તે મુદ્દો એટલો મોટો નહોતો જેટલોં બતાડવામાં આવ્યો હતો. થોડી ઘણી વસ્તુઓ થઇ હતી. પણ સુનીલ સાથે કોઈ મોટો ઝઘડો નહોતો થયો. વસ્તુ જે કાંઈ પણ થઈ પણ હું એને ખુબ પ્રેમ કરું છું. આમતો સુનિલે પણ એ વખતે મારા ઉપર બૂમો પડી હતી.

ઓસ્ટ્રેલિયાની સફર પર થયેલા મૂડ સ્વિંગને સ્પષ્ટ કરતા કપિલે કહ્યું હતું કે ફિરંગીથી જોડાયેલા કલાકારના અચાનક મૃત્યુ થવાના કારણે હું ઘણો પરેશાન હતો. ફ્લાઇટમાં ચંદન પ્રભાકર અને એક મહિલાની વચ્ચે લડાઈ થતા મારો ગુસ્સો બેકાબુ બન્યો હતો. મેં ચંદનને ગાળો આપવાની શરૂ કરી અને તેણે મને અમુક વસ્તુઓ સંભળાવી આપી. આ સમય દરમિયાન સુનીલ પણ ત્યાં હતો. તે મારા માટે પરેશાન હતો. મને તેની સાથે કોઈ ફરિયાદ નથી.