Not Set/ કલોલ/ SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર જીવલેણ હુમલો, જુઓ વિડીયો

કોલોલમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ગઈકાલે સાંજે SPG ના સભ્ય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કલોલ ખાતે નુતનમિલ કમ્પાઉન્ડ નજીક SPG 108 ટિમ ના ગુજરાત પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા ત્યારે કેટલાક શખ્સો દ્વારા તલવાર, ધારીયા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર લોક ડાઉન પહેલા […]

Gujarat Others
8edb23d1b4eeeb01b8210e16357e19a4 કલોલ/ SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર જીવલેણ હુમલો, જુઓ વિડીયો

કોલોલમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ગઈકાલે સાંજે SPG ના સભ્ય પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કલોલ ખાતે નુતનમિલ કમ્પાઉન્ડ નજીક SPG 108 ટિમ ના ગુજરાત પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા ત્યારે કેટલાક શખ્સો દ્વારા તલવાર, ધારીયા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર લોક ડાઉન પહેલા પટેલ સમાજની એક યુવતીની છેડતીની ઘટના બની હતી જેથી તેમણે ધર્મેન્દ્ર પટેલને રજુઆત કરતા ધર્મેન્દ્ર પટેલે દરમિયાનગીરી કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જેના બીજા જ દિવસે SPG ના કાર્યકર્તાઓ અને એ અસામાજિક તત્વો વચ્ચે ઝઘડો થયો હતો.

જે બાદ ગઈકાલે ધર્મેન્દ્ર પટેલને એકલા જોઈ જતા યુવકો હથિયાર સાથે પહોંચ્યા હતા. ધર્મેન્દ્ર પટેલ જીવ બચાવવા ત્યાંથી નીકળી એક દુકાનમાં ઘુસી ગયા હતા. એ સમયે એ અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસીને હથિયારો વડે મારામારી કરતા ધર્મેન્દ્ર પટેલ ને હાથ,ખભ્ભામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

ગઈકાલે રાત્રે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું હાલમાં મેજિસ્ટ્રેટ ની હાજરીમાં પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે લઈને આરોપીની ઓળખ શરૂ કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.