કાર્યવાહી/ સુરેન્દ્રનગરમાં ફાયર NOC અને BU પરમિશન ના ધરાવતી 9 હોસ્પિટલના પાણી કનેકશન કાપી નખાયા

સુરેન્દ્રનગરમાં ફાયર NOC અને બીયુ પરમિશન ન ધરાવતી 9 હોસ્પિટલના પાણી કનેક્શન પાલિકા દ્વારા કાપી નાંખવામાં આવતા દોડધામ મચી જવા પામી છે.

Gujarat Others
Untitled 108 સુરેન્દ્રનગરમાં ફાયર NOC અને BU પરમિશન ના ધરાવતી 9 હોસ્પિટલના પાણી કનેકશન કાપી નખાયા

સુરેન્દ્રનગરમાં ફાયર NOC અને બીયુ પરમિશન ન ધરાવતી 9 હોસ્પિટલના પાણી કનેક્શન પાલિકા દ્વારા કાપી નાંખવામાં આવતા દોડધામ મચી જવા પામી છે. સુરેન્દ્રનગર પાલિકા દ્વારા અગાઉ આપેલી નોટિસોને ખાનગી હોસ્પિટલ સંચાલકો ઘોળીને પી જતાં પાલિકા તંત્રએ નિયમનો દંડો ઉગામ્યો હતો. વધુમાં હોસ્પિટલો દ્વારા ફાયર NOC અને બીયુ પરમિશન મેળવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા હોસ્પિટલોના લાઇટ કનેક્શન કટ કરવા તેમજ સીલ મારવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે એવું સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં ફાયર NOC અને બીયુ પરમિશન ન ધરાવતી 9 હોસ્પિટલના પાણી કનેક્શન પાલિકા દ્વારા કાપી નાંખવામાં આવતા દોડધામ મચી જવા પામી છે. સુરેન્દ્રનગર પાલિકાના એન્જીનિયર સહિતની ટીમ દ્વારા શહેરની હોસ્પિટલમાં સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર પાલિકા દ્વારા અગાઉ આપેલી નોટિસોને ખાનગી હોસ્પિટલ સંચાલકો ઘોળીને પી જતાં પાલિકા તંત્રએ નિયમનો દંડો ઉગામ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરની સહજાનંદ હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક હોસ્પિટલ , શ્રધ્ધા મેટરનીટી હોમ, શ્રી હરી હોસ્પિટલ, લવકુશ હોસ્પિટલ, સંકલ્પ પેથોલોજી લેબોરેટરી, આરવ હોસ્પિટલ, એન્જલ ઇમેજીંગ સેન્ટર અને બાવીશિ ક્લિનિકના પાણીના કનેક્શન કટ કરવામાં આવ્યા હતા. આથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. વધુમાં હોસ્પિટલો દ્વારા ફાયર NOC અને બીયુ પરમિશન મેળવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા હોસ્પિટલોના લાઇટ કનેક્શન કટ કરવા તેમજ સીલ મારવા સહીતની કડક કાર્યવાહી કરવામાં આવશે એવું સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.