Not Set/ કામરેજ/ ભત્રીજાને થયો કાકાની પ્રેમિકા સાથે પ્રેમ, પરિણામ આવ્યું….

કાકા ભત્રીજાના સબંધને લાંછન લાગે એવી ઘટના કામરેજ સામે આવી છે. કાકાની પ્રેમિકા સાથે ભત્રીજાને પ્રેમ થઇ જતા કાકાએ જ પોતાના ભત્રીજાને મોતને ઘટ ઉતારી દીધો છે. આ મામલે હાલ પોલીસે કાકાની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો છે. મળતી માહિતી અનુસાર કામરેજમાં કાકાની પ્રીમિકા સાથે ભત્રીજા કિરણને પ્રેમ થઇ જતા કાકાએ ભત્રીજાને સમજાવ્યા છતાં […]

Gujarat Others
89b95da2fb0eb11bccb81373bc5cb528 કામરેજ/ ભત્રીજાને થયો કાકાની પ્રેમિકા સાથે પ્રેમ, પરિણામ આવ્યું....

કાકા ભત્રીજાના સબંધને લાંછન લાગે એવી ઘટના કામરેજ સામે આવી છે. કાકાની પ્રેમિકા સાથે ભત્રીજાને પ્રેમ થઇ જતા કાકાએ જ પોતાના ભત્રીજાને મોતને ઘટ ઉતારી દીધો છે. આ મામલે હાલ પોલીસે કાકાની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો છે.

મળતી માહિતી અનુસાર કામરેજમાં કાકાની પ્રીમિકા સાથે ભત્રીજા કિરણને પ્રેમ થઇ જતા કાકાએ ભત્રીજાને સમજાવ્યા છતાં ભત્રીજો ન સમજતા આખરે કાકાએ ભત્રીજાને કાસળ કાઢવાનો વિચાર કરી લીધો હતો.અને તેના ભત્રીજા કિરણને કામરેજ ટોલનાકા પાસે આવેલ માનસરોવર કોમ્પલેક્ષ માં ફ્લેટ નંબર 515 માં લઇ જઇ કાકા સંજયએ ભત્રીજાને ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો,બાદમાં હત્યા કરી લાશને ફ્લેટમા જ રાખી દરવાજાને લોક કરી ભાગી ગયો હતો.

જણાવીએ કે કાકાએ આ ઘટનાના બે-ત્રણ દિવસ પછી લાશને સગેવગે કરવા પોતાના જ પરિવારના ભાઈની મદદ માંગી હતી જોકે ભાઈએ મદદની ના પાડતા સંજય એકલો જ ત્યા હત્યા કરેલ ફ્લેટમાં જઈ લાશને ગાદલામાં વિટાલીને રિક્ષામાં મૂકી આંબોલી બ્રિજ પાસે ફેંકી દીધી હતી.

બીજી બાજુ માગેલ વ્યક્તિએ સમગ્ર વાત પરિવારને જણાવી દેતા પરિવારએ  ઘટનાની જાણ પોલીસને કરી હતી. બાદમાં કામરેજ પોલીસે સંજયને સવારમાં રીક્ષામાં પડેલ લોહીના ડાઘ સાફ કરતો હતો તે વેળાએ જ દબોચી લીધો હતો,અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.