Not Set/ સુરત/ સુવર્ણપ્રાશ દવા પીધા બાદ અચાનક બાળકોની તબિયત લથડી

બાળકોને થઈ દવાની આડઅસર 5 દિવસ પહેલા રાખવામાં આવ્યો હતો કેમ્પ 140 બાળકોને પીવડામાં આવી હતી દવા 2 બાળકોને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા સુરતમાં પલસાણા સાંઈવાટિકા સોસાયટીમાં બાળકોને દવાની આડઅસર થઈ હતી. 5 દિવસ પહેલા કેમ્પ રાખવામાં આવ્યો હતો. 140 બાળકોને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા પીવડાવામાં આવી હતી. 2 બાળકોને દવાની આડઅસર થતા સારાવાર અર્થે […]

Gujarat Surat
HC 14 સુરત/ સુવર્ણપ્રાશ દવા પીધા બાદ અચાનક બાળકોની તબિયત લથડી
  • બાળકોને થઈ દવાની આડઅસર
  • 5 દિવસ પહેલા રાખવામાં આવ્યો હતો કેમ્પ
  • 140 બાળકોને પીવડામાં આવી હતી દવા
  • 2 બાળકોને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

સુરતમાં પલસાણા સાંઈવાટિકા સોસાયટીમાં બાળકોને દવાની આડઅસર થઈ હતી. 5 દિવસ પહેલા કેમ્પ રાખવામાં આવ્યો હતો. 140 બાળકોને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા પીવડાવામાં આવી હતી. 2 બાળકોને દવાની આડઅસર થતા સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

પલસાણા ખાતે સુવર્ણપ્રાશ દવા પીધા બાદ અચાનક બાળકોની તબિયત લથડી હતી. ત્યારબાદ તે વિસ્તારના બાળકોને સિવિલ લવાયા હતા. બાળકોને કોઈ અસર ન હોવાથી રજા આપી દેવાઈ હતી. જોકે, આજે ફરી આ સુવર્ણપ્રાશ દવા પીધા બાદ બાળકોને આડઅસર થતા ઝાડા-ઉલટી થઈ હોવાનું સામે આવ્યું છે. પલસાણામાં 100 જેટલા બાળકોને આ દવા પીવડાવવામાં આવી હતી. જે પૈકી કેટલાક બાળકોને આડઅસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ બાળકોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, પલસાણામાં બગુમરા ગામમાં આવેલી સાંઈ વાટીકા સોસાયટી સહિતની આસપાસની સોસાયટીના 100 જેટલા બાળકોને સુવર્ણપ્રાશ નામની દવા આપવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. દરમિયાન આજે 100 બાળકોમાંથી કેટલાક બાળકોને દવાની આડઅસર થઈ હતી. ઝાડા-ઉલટીઓ થવા લાગતા બાળકોને લઈને વાલીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. હાલ કેટલાક બાળકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન