એન્કાઉન્ટર/ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આંતકવાદી વચ્ચે એન્કાઉન્ટ થતાં એક આતંકવાદી ઠાર

ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. આતંકવાદીઓ સતત સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે

Top Stories India
encounter123 કાશ્મીરમાં સુરક્ષાદળો અને આંતકવાદી વચ્ચે એન્કાઉન્ટ થતાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે જેમાં એક આતંકવાદી માર્યો ગયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર અરવાની વિસ્તારમાં સૈનિકો તૈનાતી છે અને સમગ્ર વિસ્તારને સૈનિકોએ ઘેરી લીધો છે.  પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદીઓની નજીક પહોચ્યા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાબી કાર્યવાહી સૈનિકો દ્વારા કરવામાં આવી હતી. આ ગળીબારમાં એક આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે કે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. આતંકવાદીઓ સતત સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે તેઓ પોલીસ કર્મચારીઓ પર પણ હુમલા કરી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં બુધવારે થયેલા બે આતંકવાદી હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

 બીજો હુમલો દક્ષિણ કાશ્મીરમાં થયો હતો જ્યાં એક ASI ગંભીર રીતે ઘાયલ થયો હતો જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ પહેલા ગત રવિવારે કાશ્મીરના હરવાના વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા હતા.જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સમાચાર અનુસાર, માર્યો ગયો આતંકવાદી લશ્કર-એ-તૈયબા સંગઠનનો સભ્ય છે.