લગભગ સાડા ત્રણ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમે તેમની તૈયારીઓ ચાલુ કરી લીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે ૨૪ ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરુ થનાર 2 T-20 અને 5 વન ડે માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
આ સાથે જ bcci અને પસંદગી સમિતિએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પસંદ થયેલ ટીમ થી જ વર્લ્ડ કપમાં રમનાર ખેલાડીઓનો માર્ગ સાફ થશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 અને વનડે સીરીઝ માટે કેપ્ટન કોહલીનો ફરીથી ટીમમાં સમાવેશ કરાયો છે. તેમને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝ અને છેલ્લી બે વનડે માટે આરામ અપાયો હતો.
વિરાટ સિવાય પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે અને ટી-20માટે મિડલ ઓર્ડરમાં રિષભ પંત અને વિજય શંકરનો સમાવેશ કરાયો છે. આનાથી એ પણ સ્પષ્ટ થશે કે આ બેમાંથી જ કોઈ ખેલાડી વલ્ડ કપની ટીમમાં જરૂર હશે રિષભ પંતની પસંદગી કરવામાં આવી હોવાના લીધે તે સ્પષ્ટ થઈ ગયું છે કે અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહેલ દિનેશ કાર્તિકને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન-ડે સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જયારે ટી-20 માં તેનો સમાવેશ થયો છે.
જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શામી ઉપરાંત પસંદગીકારોએ સિદ્ધાર્થ કૌલને પહેલી બે વન-ડે તક આપી છે. તેઓ ગયા વર્ષે અફઘાનિસ્તાન સામેની મેચ પછી ટીમમાં સમાવેશ કરાયો છે. પરંતુ તે એક સ્પષ્ટ સંદેશ છે કે ભારત ત્રણ સ્પેશ્યાલીસ્ટ બોલરો સાથે વર્લ્ડ કપમાં જશે. જ્યારે ખલીલને આરામ અપાયો છે. આ ઉપરાંત, ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની ટીમનો હવાલો સંભાળશે. કેપ્ટન વિરાટ કોહલી વન ડાઉન પછી જ્યારે અંબાતી રાયડુ, કેદાર જાધવ, રીષભ પંત, એમ.એસ. ધોની મિડલ ઓર્ડર રૂપે ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ટીમના મેનેજમેન્ટે ઓલરાઉન્ડર હાર્ડિક પંડ્યા અને વિજય શંકર પર વિશ્વાસ દર્શાવ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડકપ ટીમમાં પાછા આવવાની આશા હવે પૂરી થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ટીમમાં સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી માટે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલના નામમાં કોઈ શંકા નથી. આ ઉપરાંત, કેદાર જાધવ જો જરૂરી હોય તો સ્પિન વિકલ્પ પણ આપી શકે છે. કુલદીપને ટી 20 થી આરામ અપાયો છે.
આ સાથે જ યુવરાજ સહિત સુરેશ રૈના, અશ્વિન, રહાને, જાડેજાનું વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન ફરીથી રોળાઈ ગયું છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બે વન-ડે માટે ટીમ ઇન્ડિયા : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમ.એસ.ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, સિદ્ધાર્થ કૌલ, કે.એલ.રાહુલ, રિષભ પંત
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 3 વન-ડે માટે ટીમ ઇન્ડિયા : વન-ડે માટે ટીમ ઇન્ડિયા : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમ.એસ.ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કે.એલ.રાહુલ, રિષભ પંત
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટી-20 માટે ટીમ ઇન્ડિયા : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ.રાહુલ, રિષભ પંત, એમ.એસ.ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ, મયંક માર્કંડે, દિનેશ કાર્તિક, યુજ્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ