કોરોના પોતાનો ફેલાવો દિન પ્રતિ દિન વધારી રહ્યો હોય તેવી રીતે આજે ગુજરાતનાં ખુણા ખુણા સુધી પહોંચી ગયો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. જો કે હાલ પણ અનેક વિસ્તારો કે ગામો છે જ્યાં કોરોના પહોંચ્યો નથી, પરંતુ જો સાવચેતી રાખવામાં નહીં આવે તો કોરોનાનાં પ્રવેશને કોઇ નિષેધ કરી શકશે નહી. કોરોના પ્રસરાવનો એક પણ મોકો છોડતો નથી. આવા જ કોરોનાનાં પ્રસરાવનાં વઘુ એક સમાચાર સામે આવી રહ્યા છે.
જી હા, સૌરાષ્ટ્રનાં જામકંડોરણા તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. જામકંડોરણાનાં 25 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, જામકંડોરણા એ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું ગામ છે અને કેબિનેટ મંત્રીનાં ગામમાં કોરોનાની એન્ટ્રીથી તંત્ર પણ હરકતમાં આવી ગયુંં છે.
કોરોના સંપર્કથી સંક્રમિત થાય તે હકીકત ધ્યાનમાં રાખી પોઝિટિવ આવેલ યુવકનાં સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરાઇ રહી છે. યુવકનાં સંપર્કમાં આવેલા 10 લોકોને કવોરંટાઇન કરવાની કામગીરી પણ કરાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
