Not Set/ કેશોદ અને કચ્છનાં બાઇક ચાલકોએ માર્ગ અકસ્માતમાં ખોયા જીવ

રાજ્યમાં આમ તો દરરોજ અનેક લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. રાજ્યમાં વર્ષેદાડે માર્ગ અકસ્માતમાં નોંધવામાં આવતા મોતનાં આંકડાને જોવામાં આવે તો કાંપારી છોડાવી દે તેવો અધધધ આંકડો હોય છે. પરંતુ એક પણ દિવસ રાજ્યમાં માર્ગ અકસ્માતમા કોઇનું મોત ન થયું હોય તેવો જતો નથી તે હકીકત છે. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના નોંધવામાં […]

Gujarat Others
0d709c65b802874733b8fc798a1fd5fe કેશોદ અને કચ્છનાં બાઇક ચાલકોએ માર્ગ અકસ્માતમાં ખોયા જીવ

રાજ્યમાં આમ તો દરરોજ અનેક લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. રાજ્યમાં વર્ષેદાડે માર્ગ અકસ્માતમાં નોંધવામાં આવતા મોતનાં આંકડાને જોવામાં આવે તો કાંપારી છોડાવી દે તેવો અધધધ આંકડો હોય છે. પરંતુ એક પણ દિવસ રાજ્યમાં માર્ગ અકસ્માતમા કોઇનું મોત ન થયું હોય તેવો જતો નથી તે હકીકત છે. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના નોંધવામાં આવી હતી.

કેશોદમાં ડમ્પર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી. જો કે, બાઈક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. પોતાના વતન કેવદ્રા ખાતે જતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો અને અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકને જુનાગઢ હોસ્પિટલે લઇ જતી વખતે રસ્તાંમાં અંતિમ શ્વાસ લીધા હતો

કચ્છનાં કોઠારા નજીક પણ બાઈક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયાનું નોંધવામાં આવ્યું. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક ચાલકો સાથે નોંધવામાં આવતા અનેક અકસ્માતોમાં બાઇક ચાલકોનું મહદ કિસ્સામાં ઘટના સ્થળે જ મોત થતું હોવાનું નોંધવામાં આવે છે, ત્યારે થોડા વત્તા અંશે ટ્રાફિક નિયમોનું પાલન કરવું તમામ માટે કાયદાની રુએ અનિવાર્ય તો છે જ પણ પોતાની જીંદગીની સંભાળ માટે પણ અનિવાર્ય હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews