Not Set/ કૉંગ્રેસ ડૂબતી નાવ છે, શું પંજાબની જનતા તેમા ચડવાનું પસંદ કરશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના જાલંધરમાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું. અહીં તેમણે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું મોદીએ સભામાં પંજાબના પ્રધાન વિજય સાંપલા, સીએમ પ્રકાશ સિંહ ભાદલ અને નરેન્દ્ર તોમર પણ હાજર હતા. મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે તલવાર આપીને પાઘડી પહેરાવીને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. સભા 1 વાગે શરૂ થનાર […]

India
modi 27 01 2017 1485512977 storyimage કૉંગ્રેસ ડૂબતી નાવ છે, શું પંજાબની જનતા તેમા ચડવાનું પસંદ કરશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના જાલંધરમાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું. અહીં તેમણે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું મોદીએ સભામાં પંજાબના પ્રધાન વિજય સાંપલા, સીએમ પ્રકાશ સિંહ ભાદલ અને નરેન્દ્ર તોમર પણ હાજર હતા. મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે તલવાર આપીને પાઘડી પહેરાવીને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.

સભા 1 વાગે શરૂ થનાર હતી પણ મોડી શરૂ થઇ હતી. સભા દરમિયાન જલંધરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  વિધાનસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ આ તેમની પહેલી સભા હતી. આ સભાથી ભાજપ-અકાલી દળ ગઠબંધનના ચૂંટણી અભિયાનને નવો ઉત્સાહ મળવાની શક્યતા છે. એટલા માટે સભાને લઇને ભાજપા નેતા ઘણા ઉત્સાહી નજર આવ્યા હતા.

સભાને સંભોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પંજાબ ધરતી વિરોની ધરતી છે. શૂરવીરોની ધરતી છે. ગુરુઓ અને સંતોની ધરતી છે. એ ત્યાગ અને બલિદાનની ધરતી છે. અહીંનો કિસાન પરસેવો પાડી દેશનું પેટ ભરે છે. અહીનો જવાન પોતાનું લોહી વહેવડાવીને ભારત માતાની રક્ષા કરે છે. પ્રદેશ ઘણા છે, પરંતુ પંજબા પ્રદેશોથી વધારે છે. અહીની આન બાન શાન દેશનું માથું ઉચું કરે છે.