Not Set/ #કોરાનાસંકટ/ મહામારી વિશે પહેલા જ જાણ હોવા છતા ટ્રમ્પે ન લીધા કોઇ પગલા, આજે અમેરિકાને પડી રહ્યુ છે ભારે

હવે અમેરિકામાં કોવિડ-19 થી સંક્રમિત લોકોની સંખ્યા 6,77,570 થી વધુ થઇ ગઇ છે અને 34,617 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકાનાં 50 રાજ્યોમાં આ મહામારી ફેલાઇ ગઇ છે. આપને જણાવી દઈએ કે, વર્ષ-2019 માં, અમેરિકન સરકારે રોગચાળાને પહોંચી વળવા 8 મહિનાની પ્રેક્ટિસ કરી હતી, પરંતુ જ્યારે કોવિડ-19 રોગચાળો બહાર આવ્યો ત્યારે અમેરિકા મુશ્કેલીમાં મુકાયું હતુ. યુ.એસ. […]

World

હવે અમેરિકામાં કોવિડ-19 થી સંક્રમિત લોકોની સંખ્યા 6,77,570 થી વધુ થઇ ગઇ છે અને 34,617 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકાનાં 50 રાજ્યોમાં આ મહામારી ફેલાઇ ગઇ છે. આપને જણાવી દઈએ કે, વર્ષ-2019 માં, અમેરિકન સરકારે રોગચાળાને પહોંચી વળવા 8 મહિનાની પ્રેક્ટિસ કરી હતી, પરંતુ જ્યારે કોવિડ-19 રોગચાળો બહાર આવ્યો ત્યારે અમેરિકા મુશ્કેલીમાં મુકાયું હતુ. યુ.એસ. મીડિયા રિપોર્ટ અનુસાર, 3 જાન્યુઆરીએ ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અને યુએસ સહિતનાં વિવિધ દેશોમાં કોવિડ-19 ની માહિતી આપવાનું શરૂ કર્યું. યુએસનાં આરોગ્ય પ્રધાને 18 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જાણ કરી હતી, પરંતુ ટ્રમ્પે સંબંધિત માહિતીને અવગણી હતી.

આ પછી, માર્ચમાં, યુ.એસ.માં કોવિડ-19 થી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થયો હતો. આ તરફ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોઈએ વિચાર્યું ન હતું કે પરિસ્થિતિ આટલી ગંભીર હશે, પરંતુ હકીકતમાં તેઓ જાણતા હતા. 5 માર્ચે યુ.એસ. સેનેટે આ રોગચાળા સામે લડવા માટે 830 કરોડ યુ.એસ. ડોલરનાં વધારાનાં બજેટને મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતું. ફેબ્રુઆરીનાં મધ્યમાં યુ.એસ. માં, દરરોજ ફક્ત 100 સંબંધિત સેમ્પલનું ટેસ્ટ થઈ શક્યું હતું, અને ફેબ્રુઆરીનાં અંત સુધીમાં, યુ.એસ.માં ફક્ત 4,000 કરતા ઓછા લોકોએ કોવિડ-19 નો ટેસ્ટ કરાવ્યો હતો. આ સમય દરમિયાન ટ્રમ્પે વિવિધ રાજ્યોનાં રાજ્યપાલો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ અને કેટલાક રાજ્યપાલો વચ્ચે રોગચાળાને કાબૂમાં લેવાનાં પગલાં અંગે વાદ-વિવાદ શરૂ થઇ ગયો હતો.

13 માર્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકટની સ્થિતિ જાહેર કરી હતી. ત્યારથી, યુ.એસ.માં કોવિડ-19 એ દેશવ્યાપી લડત શરૂ કરી, પરંતુ પ્રથમ ચેતવણીની માહિતી મળ્યા પછી 70 દિવસ વ્યર્થ ગયા. આ રોગચાળાને કારણે વિશ્વમાં સૌથી વધુ લોકો અમેરિકામાં જ મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ ઇટાલી, જ્યાં 22,170 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે, ઇટાલીની વસ્તી અમેરિકાની વસ્તીનાં પાંચમા ભાગની છે. સ્પેનમાં 19,315 લોકો અને ફ્રાન્સમાં 17,920 લોકો મૃત્યુ પામ્યા હતા. યુ.એસ.માં કોરોના વાયરસનાં ચેપનાં આશરે 6,77,570 કેસ નોંધાયા છે, જ્યાં છેલ્લા બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોનાં મોત થયા છે. દેશમાં કોવિડ-19 રોગચાળાનાં કેન્દ્રમાં આવેલા ન્યૂયોર્કમાં 16,106 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.