Not Set/ #કોરોનાઇફેક્ટ/ ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને પરત મોકલવા કરવામાં આવી ખાસ વ્યવસ્થા

દેશ સહિત લગભગ લગભગ આખી દુનિયામાં લોકડાઉન અમલી છે. તમામ લોકોને લોકડાઉનનાં કારણે જ્યા છે, ત્યા રહેવીની ફરજ પડી છે. દેશનાં જુદાજુદા તમામ રાજ્યમાં બીજા રાજ્યનાં લોકો ફસાયા અને અટકાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. સાથે સાથે જ દુનિયાનાં અનેક દેશમાં બીજા દેશનાં નાગરીકો ફસાયા હોવાનું પણ આવી રીતે જ સામે આવી રહ્યું […]

World

દેશ સહિત લગભગ લગભગ આખી દુનિયામાં લોકડાઉન અમલી છે. તમામ લોકોને લોકડાઉનનાં કારણે જ્યા છે, ત્યા રહેવીની ફરજ પડી છે. દેશનાં જુદાજુદા તમામ રાજ્યમાં બીજા રાજ્યનાં લોકો ફસાયા અને અટકાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. સાથે સાથે જ દુનિયાનાં અનેક દેશમાં બીજા દેશનાં નાગરીકો ફસાયા હોવાનું પણ આવી રીતે જ સામે આવી રહ્યું છે. દરેક દેશ પોતાના નાગરિકોને રેસ્ક્યુ કરવા મથી રહ્યા છે. કોરોનાનાં કહેરને કારણે હાલ તમામ પ્રકારની આંતર રાષ્ટ્રીય યાતાયાત બંધ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ વિદેશી નાગરિકો લોકડાઉનનાં કારણે ફસાયા હોવાનું સામે આવી રહ્યુંં છે. અને માટે જ ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને વતન પરત લાવવા યુકે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  આગામી તારીખ 13 -15 અને 17 એપ્રિલે ભારત અને બ્રિટન સરકાર દ્વારા આ તમામ નાગરિકોને માદરે વતન લઇ જવા અમદાવાદથી લંડન ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ પ્લેન આગામી તારીખ 13 -15 અને 17 એપ્રિલે અમદાવાદથી લંડન ઉડાન ભરશે…..

જુઓ આ ખાસ અહેવાલ…….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન.