Not Set/ #કોરોનાઈફેક્ટ/ હરિયાણામાં CM ખટ્ટરની જાહેરાત, કોરોના સારવારથી જોડાયેલા દરેકની સેલેરી થશે બમણી

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. જેને ધ્યાને લેતા દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યુ છે. આજે દેશનાં દરેક રાજ્ય કેન્દ્ર સાથે એકસૂરમાં આ વાયરસ સાથે લડાવાનું કહી રહ્યા છે. ત્યારે આ મહામારીથી ફ્રન્ટ લાઇન પર લડી રહેલા આપણા મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન આપવાના હેતુએ વડા પ્રધાન મોદીએ જનતાને દીવો, થાળીઓ વગાડવા […]

India

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. જેને ધ્યાને લેતા દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યુ છે. આજે દેશનાં દરેક રાજ્ય કેન્દ્ર સાથે એકસૂરમાં આ વાયરસ સાથે લડાવાનું કહી રહ્યા છે. ત્યારે આ મહામારીથી ફ્રન્ટ લાઇન પર લડી રહેલા આપણા મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન આપવાના હેતુએ વડા પ્રધાન મોદીએ જનતાને દીવો, થાળીઓ વગાડવા કહ્યુ હતુ. ખરા અર્થમાં આ મહામારી સામે જંગ આપણુ મેડિકલ સ્ટાફ ખાસ કરીને લડી રહ્યુ છે. ત્યારે હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ કર્મચારીઓને એખ મોટી ભેટ આપી છે.

મુખ્ય પ્રધાન મનોહર લાલએ જણાવ્યું હતું કે, હરિયાણામાં કોરોનાનાં 154 દર્દીઓ છે, જેમા 18 દર્દીઓ સાજા થયા છે. બેઠકમાં તમામ જિલ્લાનાં સીએમઓ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજ પણ હાજર હતા. આરોગ્ય પ્રધાન અનિલ વિજે કહ્યું કે, સમગ્ર દેશમાં આ વાયરસનો કહેર છે. વિજે કહ્યું કે આજે આપણા હરિયાણામાં 134 કોરોના પોઝિટિવ દર્દીઓ સક્રિય છે. શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી હતી. મુખ્યમંત્રી મનોહર લાલએ કહ્યું કે, આપણે ભય નહી પણ જોશ ફેલાવવાનો છે. મુખ્ય પ્રધાન મનોહર લાલએ કહ્યું કે, જ્યાં સુધી કોરોનાનો કહેર યથાવત છે ત્યાં સુધી ડૉક્ટર્સ, નર્સો, એમ્બ્યુલન્સ્સ સ્ટાફ, ટેસ્ટિંગ સ્ટાફનો પગાર ડબલ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.