Not Set/ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીએ કહ્યુ- 24/7 ઉપલબ્ધ, CM ગમે તે સમયે આપી શકે છે સૂચન

  તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ કોરોનાવાયરસ ચેપ ફેલાતો અટકાવવા લોકડાઉન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. દરમિયાન PM મોદીએ હાથથી બનાવેલો ફેસ માસ્ક પહેર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી મુખ્યમંત્રીઓની સલાહ લીધા પછી લોકડાઉન વધારવા અથવા દૂર કરવા માટે મોટી જાહેરાત કરી શકે છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, હું 24/7 ઉપલબ્ધ […]

India
 

તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ કોરોનાવાયરસ ચેપ ફેલાતો અટકાવવા લોકડાઉન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. દરમિયાન PM મોદીએ હાથથી બનાવેલો ફેસ માસ્ક પહેર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી મુખ્યમંત્રીઓની સલાહ લીધા પછી લોકડાઉન વધારવા અથવા દૂર કરવા માટે મોટી જાહેરાત કરી શકે છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, હું 24/7 ઉપલબ્ધ છું. મુખ્યમંત્રી ગમે ત્યારે વાત કરી અને સૂચનો આપી શકે છે. દરેક વ્યક્તિએ ખભા થી ખભો રાખીને ચાલવું પડશે. આરોગ્ય મંત્રાલયે બેઠકમાં એક પ્રેજેન્ટેશન આપ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન ઘણા રાજ્યોનાં મુખ્ય પ્રધાનો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા.

આ દરમિયાન વડા પ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રીઓની વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 મહત્વની બાબતો રાખી હતી. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉન ઓછામાં ઓછુ 30 એપ્રિલ સુધી લંબાવવું જોઈએ. આ નિર્ણય રાષ્ટ્રીય સ્તરે થવો જોઈએ, જો રાજ્યો તેમના કક્ષાએ નિર્ણય લે તો તેની બહુ અસર નહીં થાય. જો કોઇ પ્રકારની ઢીલ આપવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં પરિવહન ખુલવું જોઈએ નહીં. ના રેલ્વે, ના રસ્તો, ના હવામાં પરિવહન ચાલુ રહેવુ જોઇએ.

જણાવી દઈએ કે, ભારતમાં કોવીડ-19 થી અત્યાર સુધીમાં 239 લોકોની મોત થઇ ચુકી છે અને કોરોના ચેપનાં 7,447 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 1035 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોનાં મોત નીપજ્યાં છે. 24 કલાકમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ કેસો અને મૃત્યુની સંખ્યા છે. જો કે, થોડી રાહત છે કે આ રોગથી અત્યાર સુધીમાં 643 લોકો ઠીક થયા છે.

વધુ જાણકારી માટે જુઓ મંતવ્ય ન્યૂઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.