Not Set/ #કોરોનાનાવધતાકેસ/ ગઈકાલે 7 બાદ આજે વધુ 3 કેસ પોઝિટિવ આવતા રાજકોટમાં ફફડાટ

ગુજરાતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. તેમા પણ મહાનગરોની હાલત ખુબ ચિંતા જનક હોવનું પણ તંત્ર સ્વીકારી રહ્યું છે મહાનગરોમાં કોરોનાનો પ્રસરાવ અત્યંત ઝડપી અને ઘાતક રાતે આગળ વધી રહ્યો છે. મહાનગરોની દયાનિય સ્થિતિ વચ્ચે ચાર મહાનગરોમાં પણ રાજકોટની સ્થિતિ થોડી સારી કહી શકાય ત્યારે આજે ફરી 3 પોઝિટીવ કેસ નોંધવામાં આવતા રાજકોટીયન ફફડી ઉઢ્યા […]

Rajkot Gujarat
f5717bb2746fa638710eaaffea391dcd 1 #કોરોનાનાવધતાકેસ/ ગઈકાલે 7 બાદ આજે વધુ 3 કેસ પોઝિટિવ આવતા રાજકોટમાં ફફડાટ

ગુજરાતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. તેમા પણ મહાનગરોની હાલત ખુબ ચિંતા જનક હોવનું પણ તંત્ર સ્વીકારી રહ્યું છે મહાનગરોમાં કોરોનાનો પ્રસરાવ અત્યંત ઝડપી અને ઘાતક રાતે આગળ વધી રહ્યો છે. મહાનગરોની દયાનિય સ્થિતિ વચ્ચે ચાર મહાનગરોમાં પણ રાજકોટની સ્થિતિ થોડી સારી કહી શકાય ત્યારે આજે ફરી 3 પોઝિટીવ કેસ નોંધવામાં આવતા રાજકોટીયન ફફડી ઉઢ્યા છે.

જી હા રાજકોટ માં વધુ 3 કેશ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જંગલેશ્વરમાં રહેતા કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલા અને બાદમાં ફેસિલિટી કોરોન્ટાઇન કરવામાં આવેલ 3 લોકોના કોરોના પોઝિટીવ આવ્યા હોવાથી રાજકોટ માથે ફરી કોરોનાનો કહેર જોવામાં આવી રહ્યો છે. રાજકોટના યુનિવર્સીટી રોડ પર આવેલ સમરસ હોસ્ટેલમાં ફેસિલિટી કોરોન્ટાઇન કરવામાં 3 લોકોનાં કોરોના પોઝિટીવ આવ્યા છે. આપને જણાવી દઇએ કે ગઈકાલે 7 કેસ પોઝિટીવ આવ્યા બાદ આજે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા હોવાથી રાજકોટ ફફડી ઉઠ્યું છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ નો અંક પોણા ચાર હજારને પર કરી ચુક્યો છે ત્યારે હજુ પણ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના પોઝીતીવની સંખ્યા વધી રહી છે.  કાલે બપોર બાદ રાજકોટમાં કોરોનાના એપી સેન્ટર જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના વધુ 7 કેસ સામે આવ્યા હતા. જે સાથે જીલ્લામાં કોરોના પોઝીતીવની સંખ્યા 55 પર પહોચી ચુકી હતી. તો આજે ફરી 3 કેસ સામે આવતા 58ની સંખ્યાએ આંક પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન