Not Set/ #કોરોનાવાઇરસ/ મંદીના મારથી ભાંગેલા ઓટો સેક્ટરની લોકડાઉન બાદ શું હાલત હશે…?

દેશમાં ૨૧ દિવસના લોક ડાઉન નો આવતીકાલે અંતિમ દિવસ છે અને હવે પછી શું થશે તેનો ઈંતજાર દેશભરમાં છે ત્યારે દેશના વાહન ઉત્પાદકોની આર્થિક કંગાલિયત તીવ્ર બની ગઈ છે અને હજારો કર્મચારીઓ શ્રમિકો બેકાર બની ગયા છે. મારૂતિ સુઝુકી સહિતની મોટાભાગની વાહન ઉત્પાદક કંપનીઓ ના ખોટ નો આંકડો વધી રહ્યો છે અને એમની આર્થિક સ્થિતિ […]

Business

દેશમાં ૨૧ દિવસના લોક ડાઉન નો આવતીકાલે અંતિમ દિવસ છે અને હવે પછી શું થશે તેનો ઈંતજાર દેશભરમાં છે ત્યારે દેશના વાહન ઉત્પાદકોની આર્થિક કંગાલિયત તીવ્ર બની ગઈ છે અને હજારો કર્મચારીઓ શ્રમિકો બેકાર બની ગયા છે.

મારૂતિ સુઝુકી સહિતની મોટાભાગની વાહન ઉત્પાદક કંપનીઓ ના ખોટ નો આંકડો વધી રહ્યો છે અને એમની આર્થિક સ્થિતિ વધુ ડામાડોળ બની રહી છે તેમ એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

વાહન ઉત્પાદન ને લગતા અને તેની સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ ભયંકર બેકારી ફેલાઈ ગઈ છે. જો લોકો ડાઉન લંબાવવામાં આવશે તો વાહન ઉધોગ સંપૂર્ણપણે નષ્ટ્ર થઈ જવાનો ખતરો ઉભો થયો છે.

બીજી બાજુ દેશમાં ૧૫ એપ્રિલથી મે માસ સુધી ૧૨ જેટલા મુહર્ત છે પરંતુ દેશભરમાં કયાંય વિવાહ થઈ શકે તેવી કોઈ સ્થિતિ દેખાતી નથી કારણકે બધું જ બધં છે અને ચાર માણસોને ભેગા થવાની મનાઈ છે ત્યારે દેશમાં બધા જ વિવાહ અટકી પડશે અને તેની સાથે જોડાયેલા સેંકડો લોકોની રોજીરોટી છીનવાઇ જશે.

દેશના ઓટો સેકટરમાં મંદી વધુ પ્રાણઘાતક બની રહી છે અને સરકાર જલ્દીથી વાહન ઉધોગમાં કામકાજ શ નહીં કરાવે તો ભારે ભયંકર પરિણામ આવી શકે તેવો ખતરો છે

મંતવ્ય ન્યૂઝતમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહોસતર્ક રહોસુરક્ષિત રહો. દેશદુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લોમંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને , ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરોમંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.