Not Set/ #કોરોનાવાયરસ/ ટ્રમ્પે ભારતને કહ્યું Thank You, તો કુમાર વિશ્વાસ બોલ્યાં- વસુધૈવ કુટુમ્બકમ્

અમેરિકા એવા દેશોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસનાં કારણે સૌથી વધુ વિનાશ સર્જાયો છે. પોતાના દેશનાં દર્દીઓની સારવાર માટે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી એન્ટી મેલેરિયલ દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન માંગી હતી. આ માટે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી જે સકારાત્મક હતી અને કેન્દ્ર સરકારે તેની પહેલી ખેપ અમેરિકાને નિકાસ કરી છે. જો કે […]

India

અમેરિકા એવા દેશોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસનાં કારણે સૌથી વધુ વિનાશ સર્જાયો છે. પોતાના દેશનાં દર્દીઓની સારવાર માટે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી એન્ટી મેલેરિયલ દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન માંગી હતી. આ માટે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી જે સકારાત્મક હતી અને કેન્દ્ર સરકારે તેની પહેલી ખેપ અમેરિકાને નિકાસ કરી છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિનાં આ પહેલા કરવામાં આવેલા નિવેદન પર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે તંજ કસ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિને ટેગ કરતા કુમાર વિશ્વાસે લખ્યું, ‘કારણ કે સમગ્ર દુનિયા અમારા માટે એક પરિવાર છે. વસુધૈવ કુટુમ્બકમ.જણાવી દઈએ કે, અગાઉ ટ્રમ્પે દવાઓ ન મોકલવા માટે ભારત સાથે સમાન વલણ અપનાવવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કોરોના વાયરસ ટાસ્કફોર્સની બ્રીફિંગ દરમિયાન વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, ભારત યુએસ સાથે સારુ કામ કરી રહ્યું છે અને મને કોઈ કારણ દેખાતું નથી કે ભારત યુ.એસ. દવાનાં ઓર્ડર પર રોક ચાલુ રાખે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘મેં રવિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને મેં કહ્યું હતું કે જો તમે હાઈડ્રોક્સીક્લોરોક્વિન સપ્લાયને મંજૂરી આપો તો અમે તમારા આ પગલાની પ્રશંસા કરીશું. જો તેઓ દવાનાં સપ્લાયની મંજૂરી આપતા નથી, તો તે સારું છે, પરંતુ હા, તેઓ અમારી પાસેથી સમાન પ્રતિક્રિયાની અપેક્ષા રાખે.

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, અસાધારણ સમયમાં પણ મિત્રો વચ્ચે ગાઢ સહયોગની જરૂર છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન અંગેનાં નિર્ણય માટે ભારત અને ભારતીય લોકોનો આભાર. આ ભૂલવામા નહીં આવે. આ લડાઈમાં ન માત્ર ભારત, પરંતુ માનવતાની મદદ કરવા માટે પોતાના મજબૂત નેતૃત્વ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. ટ્રમ્પનાં આ ટ્વીટ પર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે તેમની ઉપર તંજ કસ્યો હતો અને તેમને હિન્દુસ્તાનનો ખરો અર્થ સમજાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.