Not Set/ #કોરોનાવાયરસ/ પાકિસ્તાનનાં ડૉક્ટર્સનો દર્દીઓ સમક્ષ ડાંસ કરતો વીડિયો વાયરલ, યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીનાં ભાજપનાં લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે રવિવારે પોતાના ટ્વિટર હેન્ડલથી પાકિસ્તાનની એક હોસ્પિટલનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, હોસ્પિટલનાં ડૉક્ટર્સ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ સાથે નાચતા અને તાળીઓ વગાડતા દેખાઇ રહ્યા છે. ગૌતમ ગંભીરે આ વીડિયો પર એક રમૂજી કેપ્શન આપ્યું હતું અને લખ્યું છે, “કોરોના તુ જ્યા પણ હોય સાંભળી […]

World

પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીનાં ભાજપનાં લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે રવિવારે પોતાના ટ્વિટર હેન્ડલથી પાકિસ્તાનની એક હોસ્પિટલનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, હોસ્પિટલનાં ડૉક્ટર્સ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ સાથે નાચતા અને તાળીઓ વગાડતા દેખાઇ રહ્યા છે. ગૌતમ ગંભીરે આ વીડિયો પર એક રમૂજી કેપ્શન આપ્યું હતું અને લખ્યું છે, “કોરોના તુ જ્યા પણ હોય સાંભળી લે આ ચિટ્ટા ચોલા.” જણાવી દઇએ કે, જે ગીત પર ડૉક્ટર્સ નાચી રહ્યા છે તે ગીતમાં ચિટ્ટી ચોલા શબ્દ છે.

ગૌતમ ગંભીરે આ વીડિયો પર હેશટેગ આપતા એક નવુ પાકિસ્તાન લખ્યુ છે. લોકો આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, લોકો કોરોનાથી મરે કે ન મરે પરંતુ તેઓ આ ડૉક્ટર્સનાં ડાન્સ જોઈને ચોક્કસ મરી જશે. વળી, અન્ય યૂઝર્સે લખ્યું છે કે આ ફક્ત પાકિસ્તાનમાં જ થઈ શકે છે.

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસનાં કારણે વિનાશ સર્જાયો છે. દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 88 લોકોનાં મોત નીપજ્યાં છે. રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયે તેની વેબસાઇટમાં માહિતી આપી છે કે, પાકિસ્તાનમાં કોરોના વાયરસનાં ચેપનાં કેસો વધીને 5,170 થયા છે. આવી સ્થિતિમાં, ચીન રોગચાળાથી છૂટકારો મેળવવા માટે તેના મિત્ર દેશને વધુ તબીબી સહાય મોકલી રહ્યું છે.

ગૌતમ ગંભીરે ઘણીવાર પોતાના નિવેદનને લઇને ચર્ચામાં બની રહી છે. થોડા સમય પહેલા જ તેમની દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ સાથે બહેસ થઇ હતી. તેમણે દિલ્હી સરકાર પર કોરોના વાયરસ પર ફંડની અઠતને લઇને મગરનાં આંસુઓ પાડવાનો અને નોટંકી કરવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.