Not Set/ એટોમ બોમ્બના નામે માત્ર હવાનો ફુગ્ગો છોડનારા પાકિસ્તાનની ખુલી ગઈ પોલ, આ પૂર્વ MPએ કહ્યું કઈક ખાસ, વાંચો

કરાચી, દુનિયાભરમાં પોતાના દેશમાં આતંક ફેલાવવા મામલે બદનામ થયેલા પાકિસ્તાનની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે. હંમેશાની માટે એટોમ બોમ્બના નામે ધમકી આપનાર પાકિસ્તાનની સેના અંગે હવે સવાલો ઉભા થયા છે, કારણ કે પોતાના જ દેશના પૂર્વ સાંસદે દેશના હથિયારો અંગેની એક સાચી હકીકત બહાર પાડી છે. એટોમ બોમ્બ માત્ર દેખાવા પુરતો જ છે : […]

Top Stories World Trending
Sons of the Soil એટોમ બોમ્બના નામે માત્ર હવાનો ફુગ્ગો છોડનારા પાકિસ્તાનની ખુલી ગઈ પોલ, આ પૂર્વ MPએ કહ્યું કઈક ખાસ, વાંચો

કરાચી,

દુનિયાભરમાં પોતાના દેશમાં આતંક ફેલાવવા મામલે બદનામ થયેલા પાકિસ્તાનની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે. હંમેશાની માટે એટોમ બોમ્બના નામે ધમકી આપનાર પાકિસ્તાનની સેના અંગે હવે સવાલો ઉભા થયા છે, કારણ કે પોતાના જ દેશના પૂર્વ સાંસદે દેશના હથિયારો અંગેની એક સાચી હકીકત બહાર પાડી છે.

એટોમ બોમ્બ માત્ર દેખાવા પુરતો જ છે : પૂર્વ MP

હકીકતમાં, પાકિસ્તાન મુસ્લિમ લીગના પૂર્વ સાંસદ સૈયદ નેહલ હાશમીએ જણાવ્યું હતું કે, “અમારા દેશ પાસે ૮ લાખ સૈનિકો છે, પરંતુ તેઓએ એક ઇંચ જમીન પણ હાંસલ કરી નથી, પરંતુ રાજકારણે તો પાકિસ્તાનની સમગ્ર તસ્વીર બદલી નાખી છે”.

કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું, “પાકિસ્તાનની સેનાએ પોતાના દેશ માટે કઈ પણ કર્યું નથી, તેનાથી વધુ તો નેતાઓએ દેશ માટે કર્યું છે”.

પાકિસ્તાન દ્વારા એટોમ બોમ્બ અંગે આપવામાં આવતી ધમકી અંગે તેઓએ કહ્યું, “સેના પાસે એટોમ બોમ્બ માત્ર દેખાવા પુરતો જ છે, પરંતુ તેઓ ૧ ઇંચ જમીન પણ હાંસલ કરી શકતા નથી”.

સરકાર દ્વારા TV ચેનલોને પાઠવવામાં આવી નોટિસ

બીજી બાજુ પૂર્વ MP સૈયદ નેહલ હાશમીના આ ભાષણને કેટલીક TV ચેનલો દ્વારા પોતાના ડિબેટ શોમાં બતાવવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ પાકિસ્તાન ઈલેક્ર્તોનીક`ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલારિટી ઓથોરિટી દ્વારા આ ચેનલોને નોટિસ પાઠવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૈયદ નેહલ હાશમીને પહેલાથી જ પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવી ચુક્યા છે. આ પહેલા જયારે પાર્ટી દ્વારા તેઓના સાંસદ પદેથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે તેઓએ ઇનકાર કર્યો હતો.