Not Set/ #કોરોનાવાયરસ/ TikTok અને Facebook ને સરકારનો આદેશ, હટાવવામાં આવે આ મેસેજ

કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાઓને પગલે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ફેસબુક અને ટિકટટોકને ખોટી માહિતી ફેલાવનારી પોસ્ટ્સ હટાવવા નિર્દેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી સ્થિત ડિજિટલ એનાલિટિક્સ કંપની વોયેજર ઇન્ફોસેકનાં રિપોર્ટ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. અહેવાલમાં કોરોના વિશેની અફવાઓ દ્વારા મુસ્લિમોને નિશાન બનાવવાની વિશિષ્ટ પેટર્ન તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું, અને […]

India

કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાઓને પગલે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ફેસબુક અને ટિકટટોકને ખોટી માહિતી ફેલાવનારી પોસ્ટ્સ હટાવવા નિર્દેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી સ્થિત ડિજિટલ એનાલિટિક્સ કંપની વોયેજર ઇન્ફોસેકનાં રિપોર્ટ બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

અહેવાલમાં કોરોના વિશેની અફવાઓ દ્વારા મુસ્લિમોને નિશાન બનાવવાની વિશિષ્ટ પેટર્ન તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું, અને આ વીડિયોમાંથી કેટલાકે કોરોના વિશે જારી કરેલી સૂચનાનું પાલન ન કરવાના ધાર્મિક કારણોને ટાંક્યા હતા. જે બાદ મંત્રાલયે ટિકટોક અને ફેસબુકથી આવી માહિતી ફેલાવતા પોસ્ટ્સને હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય મંત્રાલયે અફવા ફેલાવતા યૂઝર્સ વિશેની માહિતી એકત્રિત કરવા જણાવ્યું છે, જે સરકારને સુપ્રત કરી શકાય છે. ટિકટોક અને ફેસબુકને મંત્રાલયે લખેલા પત્રમાં કહ્યુ છે કે, “તમારે ખાતરી કરવી પડશે કે આવા વીડિયો વાયરલ ન થાય, જેના કારણે કોરોનાને હરાવવાનાં સરકારનાં પ્રયત્નો નબળી પડે છે.” તેના જવાબમાં ટિકિટોક અને ફેસબુકે તેમના નિવેદનમાં કહ્યું છે કે, “બનાવટી સમાચાર અને અફવાઓ સામેની લડતમાં અમે સરકારને પૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ.”

સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી પીડિત છે. વિશ્વવ્યાપી, આ વાયરસને કારણે 88 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ભારતમાં 5734 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને વાયરસનાં કારણે 166 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાયરસને જોતા, દેશ હાલમાં 21 દિવસથી લોકડાઉન હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.