Not Set/ #કોરોનાસંકટ/ દેશમાં 21 દિવસનાં લોકડાઉનથી અર્થતંત્રને અંદાજે 7 લાખ કરોડનો આંચકો લાગશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે 24 માર્ચે 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી, જેનો સમયગાળો મંગળવાર, 14 એપ્રિલનાં રોજ એટલે કે આજે સમાપ્ત થાય છે. આજે દસ વાગ્યે PM રાષ્ટ્રને સંબોધન કરશે. આશા રાખવામાં આવે છે કે તેઓ બે અઠવાડિયા સુધી લોકડાઉનનાં બીજા તબક્કાની જાહેરાત કરી શકે છે. દેશનાં સૌથી […]

Business

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે 24 માર્ચે 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી, જેનો સમયગાળો મંગળવાર, 14 એપ્રિલનાં રોજ એટલે કે આજે સમાપ્ત થાય છે. આજે દસ વાગ્યે PM રાષ્ટ્રને સંબોધન કરશે. આશા રાખવામાં આવે છે કે તેઓ બે અઠવાડિયા સુધી લોકડાઉનનાં બીજા તબક્કાની જાહેરાત કરી શકે છે. દેશનાં સૌથી મોટા લોકડાઉનથી દેશનાં અર્થતંત્રને રૂ.7-8 લાખ કરોડનો આંચકો લાગશે તેવો અનુમાન લગાવવામાં આવ્યો છે.

આ લોકડાઉન દરમિયાન, મોટાભાગની કંપનીઓ બંધ રહી હતી, ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અને ટ્રેનોનાં પૈડાં પણ અટવાયા હતા. વળી લોકો અને વાહનોની અવરજવર પણ બંધ રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 નાં ફેલાવાને રોકવા 24 માર્ચે 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી. 25 માર્ચથી અમલમાં આવેલા લોકડાઉનથી ભારતની 70 ટકા આર્થિક પ્રવૃત્તિ સ્થિર થઈ ગઈ છે. લોકડાઉન દરમિયાન, ફક્ત આવશ્યક માલસામાન અને કૃષિ, ખાણકામ, ઉપયોગીતા સેવાઓ અને કેટલીક નાણાકીય અને આઇટી સેવાઓનું સંચાલન કરવાની મંજૂરી હતી. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં રોગચાળો એવા સમયે આવ્યો હતો જ્યારે દેશનાં અર્થતંત્રમાં સુધારો થવાનાં સંકેતો મળ્યા હતા. આ કોરોનાને કારણે નાણાકીય વર્ષ 2020-21માં ફરી એક વાર દેશમાં ધીમી વૃદ્ધિની સંભાવના છે.

એક્યુઇટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડે અગાઉ અંદાજ લગાવ્યો હતો કે, લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને એક દિવસમાં લગભગ 4.64 અબજ ડોલર (રૂ.35,૦૦૦ કરોડથી વધુ) નુ નુકસાન થશે. આ રીતે, જીડીપી 21 દિવસનાં સમગ્ર લોકડાઉન સમયગાળા દરમિયાન લગભગ 98 અબજ ડોલર (7.5 લાખ કરોડ રૂપિયા) નું નુકસાન કરશે. આ રોગચાળાથી સર્જાયેલા સંકટને કારણે પરિવહન, હોટલ, રેસ્ટોરંન્ટ અને સ્થાવર મિલકતની પ્રવૃત્તિઓ સૌથી વધુ અસરગ્રસ્ત રહી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે ‘દેશભરમાં સંપૂર્ણ લોકડાઉનથી ઓછામાં ઓછા સાતથી આઠ લાખ કરોડ રૂપિયાને આંચકો લાગ્યો છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.