Not Set/ #કોરોનાસંકટ/ સાઉદી અરેબિયાનો હજ અંગે મોટો નિર્ણય, સ્થાનિક લોકો જ હજ કરી શકશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે માત્ર સાઉદી અરેબિયામાં રહેતા લોકોને જ હજ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે, સરકારે  હજૌ સુધી કહ્યું નથી કે  કેટલા લોકોને મંજૂરી આપવામાં આવશે. સાઉદી અરેબિયામાં રહેતા લોકો હજ કરી શકશે 90 વર્ષમાં કોઈ પણ હજ રદ કરવામાં આવી નથી. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તેઓ આ વર્ષે હજ […]

World
3395e4e97c725321e858b593730c6233 #કોરોનાસંકટ/ સાઉદી અરેબિયાનો હજ અંગે મોટો નિર્ણય, સ્થાનિક લોકો જ હજ કરી શકશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે માત્ર સાઉદી અરેબિયામાં રહેતા લોકોને જ હજ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે, સરકારે  હજૌ સુધી કહ્યું નથી કે  કેટલા લોકોને મંજૂરી આપવામાં આવશે. સાઉદી અરેબિયામાં રહેતા લોકો હજ કરી શકશે 90 વર્ષમાં કોઈ પણ હજ રદ કરવામાં આવી નથી.

સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તેઓ આ વર્ષે હજ કરશે. પરંતુ કોરોના વાયરસને કારણે માત્ર સાઉદી અરેબિયામાં રહેતા લોકો જ હજ કરી શકશે. સાઉદી અરેબિયન સરકારના હજ અને ઉમરાહ બાબતોના મંત્રાલયે સોમવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે કોરોના વાયરસને કારણે આ વખતે મર્યાદિત હાજીઓને હજ કરવાની છૂટ આપવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે માત્ર સાઉદી અરેબિયામાં રહેતા લોકોને જ હજ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે, સરકારે કહ્યું નહીં કે કેટલા લોકોને મંજૂરી આપવામાં આવશે. નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે લોકોમાં કોરોના ચેપ અટકાવવા માટે, અન્ય તમામ રક્ષણાત્મક જોગવાઈઓ પણ અપનાવવામાં આવશે.

રાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારથી સાઉદી અરેબીયાએ લગભગ 90 વર્ષોમાં હજને ક્યારેય રદ્દ કરી નથી. એક અનુમાન મુજબ દર વર્ષે 2 મિલિયન લોકો હજ કરવા અહીં આવે છે.

અગાઉ સાઉદી અરેબિયાના લોકોની અપીલ હતી કે લોકો આ વખતે હજ માટે ન આવે. કોરોના વાયરસ સંકટને ધ્યાનમાં રાખીને મક્કા અને મદીના શહેર વિદેશી લોકો માટે પહેલેથી જ બંધ થઈ ગયું હતું.

સાઉદીમાં કોરોના કેસ

આ વર્ષે વિશ્વમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે. સાઉદી અરેબિયા પણ આ ચેપી રોગથી અસ્પૃશ્ય રહ્યું નથી. સાઉદી અરેબિયામાં રોજ કોરોના વાયરસના નવા દર્દીઓની પુષ્ટિ થઈ રહી છે. સાઉદીમાં અત્યાર સુધીમાં 1,61,005 કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે. અહીં કોરોનાથી 1307 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.