Not Set/ કોરોના કરતા પણ ભયાનક બન્યું ‘Amphan’ ચક્રવાત, 72 લોકોનાં થયા મોત

કોલકાતા સહિત પશ્ચિમ બંગાળનાં ઘણા ભાગોમાં વિનાશક બની રહેલા ચક્રવાત અમ્ફાનનાં કારણે 72 લોકોનાં મોત થયા, હજારો મકાનો ધરાશાયી થયા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયુ. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે આ માહિતી આપી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ચક્રવાત અમ્ફાનની અસર કોરોનાવાયરસથી પણ ખરાબ છે. તેમણે અમ્ફાનનાં તોફાનને કારણે 1 લાખ કરોડ રૂપિયા […]

India
93a854c7105a5b342d4881e8e4d15fa9 1 કોરોના કરતા પણ ભયાનક બન્યું 'Amphan' ચક્રવાત, 72 લોકોનાં થયા મોત

કોલકાતા સહિત પશ્ચિમ બંગાળનાં ઘણા ભાગોમાં વિનાશક બની રહેલા ચક્રવાત અમ્ફાનનાં કારણે 72 લોકોનાં મોત થયા, હજારો મકાનો ધરાશાયી થયા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયુ. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે આ માહિતી આપી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ચક્રવાત અમ્ફાનની અસર કોરોનાવાયરસથી પણ ખરાબ છે. તેમણે અમ્ફાનનાં તોફાનને કારણે 1 લાખ કરોડ રૂપિયા સુધીનાં નુકસાનની આગાહી કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમ બંગાળ આવવા અને ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા વિનંતી કરીશ.

f28444a58114330a4ef699dd6ec6d858 1 કોરોના કરતા પણ ભયાનક બન્યું 'Amphan' ચક્રવાત, 72 લોકોનાં થયા મોત

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાતી તોફાનને કારણે પશ્ચિમ બંગાળમાં થયેલી વિનાશ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને રાજ્યની જનતાની સલામતી માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે, આ પડકારજનક સમયમાં સમગ્ર દેશ પશ્ચિમ બંગાળની સાથે છે. તેમણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફનનાં કહેર અંગે ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું છે – ચક્રવાત તોફાન અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં વિનાશનાં દ્રશ્યો જુઓ. આ પડકારજનક સમયમાં, સમગ્ર દેશ પશ્ચિમ બંગાળ સાથે એક થઇને ઉભો છે. રાજ્યનાં લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરુ છુ. સામાન્ય સ્થિતિની ખાતરી માટે પ્રયાસો ચાલુ છે.

bfabad568088461096c61fcef538922e 1 કોરોના કરતા પણ ભયાનક બન્યું 'Amphan' ચક્રવાત, 72 લોકોનાં થયા મોત

આપને જણાવી દઇએ કે, ગૃહમંત્રી અમિત શાહે ચક્રવાતની પરિસ્થિતિ અંગે પશ્ચિમ બંગાળ અને ઓડિશાનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, તેઓ ચક્રવાતથી પ્રભાવિત આ બંને રાજ્યોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, ‘મેં ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયક જી અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી જી સાથે ચક્રવાતથી સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરી અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી.ગૃહ પ્રધાને કહ્યું કે, ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોને મદદ માટે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પહેલેથી જ છે. તેમણે કહ્યું, “અમે ચક્રવાત અમ્ફાનપર નજર રાખી રહ્યા છીએ અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.” ગૃહમંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દરેક નાગરિકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.