Not Set/ #કોરોના પોઝિટીવ દર્દી જે હોસ્પિટલમાંથી ભાગ્યો હતો, તોના જ કમ્પાઉન્ડમાંથી બે દિવસ પછી મળ્યો મૃતદેહ

બોલો આને કહેવાય વિધીની વક્રતા, જે જગ્યાએથી માણસ ડરીને કે પછી કોઇ પણ બીકે કે કારણે ભાગી ગયો હોય અને થોડા દિવસો પછી તે જ જગ્યાએથી માણસ તો નહી પરંતુ તેનો મૃતદેહ મળી આવે અને એ પણ અવાવરુ રીતે. જી હા આવી જ ઘટના જોવામાં આવી છે સુરતની એક હોસ્પિટલમાં અને આ ઘટના બની છે […]

Gujarat Surat
b6ed4851499e4c4e249ea467564d9eb8 #કોરોના પોઝિટીવ દર્દી જે હોસ્પિટલમાંથી ભાગ્યો હતો, તોના જ કમ્પાઉન્ડમાંથી બે દિવસ પછી મળ્યો મૃતદેહ

બોલો આને કહેવાય વિધીની વક્રતા, જે જગ્યાએથી માણસ ડરીને કે પછી કોઇ પણ બીકે કે કારણે ભાગી ગયો હોય અને થોડા દિવસો પછી તે જ જગ્યાએથી માણસ તો નહી પરંતુ તેનો મૃતદેહ મળી આવે અને એ પણ અવાવરુ રીતે. જી હા આવી જ ઘટના જોવામાં આવી છે સુરતની એક હોસ્પિટલમાં અને આ ઘટના બની છે કોરોના પોઝિટીવ દર્દી સાથે. વિધીની વક્રતા તો એ પણ કહેવાય કે કોરોનાનો દર્દી ભાગી ભાગીને ક્યાં ભાગ્યો હશે. સમગ્ર ઘટના જોઇએ તે…

બે દિવસ પહેલા સુરતની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો, કોરોના પોઝિટિવ દર્દી અચાનક હોસ્પિટલમાંથી નાશી ગયો હતો. હોસ્પિટલ સત્તાવાળાઓએ નજકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. કોરોના પોઝિટિવની પોલીસે શોધખોળ શરૂ કરી હતી આજે અચાનક જ પોઝિટિવ દર્દીનો મૃતદેહ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવ્યો હતો.

કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલ સત્તાવાળા હરકતમાં આવી ગયા હતા અને પોલીસે સમગ્ર મામલની જીણવટભરી તપાસ શરૂ કરી છે. જે  દર્દી સારવાર લઇ રહેલો હતો તે ક્યાં કારણ થી હોસ્પિટલમાંથી નાશી ગયો હતો અને ક્યાં કારણ થી નાશી ગયેલો દર્દી હોસ્પિટલમાં મૃત હાલતમાં પહોંચી ગયો કે પહોંચાડી દેવામાં આવ્યો જેવા અનેક પ્રશ્ન સાથે પોલીસ હાલ આ મામલે ઉંડાણ પૂર્વક તપાસમાં જોતરાઇ ગયેલ છે. ક્યાં કારણ થી કેમ્પસમાં મૃતદેહ મળ્યો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન