Not Set/ કોરોના-ભાવનગર/ શહેર – જીલ્લામાંથી સામે આવ્યા 8 કેસ અને એકનું થયું મોત…

ભાવનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હોવાનાં આંકડા સામે આવી રહ્યા છે. જી હા, જિલ્લામાં એક સાથે કોરોનાના 8 નવા કેસ નોંધાયા હોવાનાં કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. 66 વર્ષના વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયાનાં સમાચારથી લોકો ભયભીત દેખાઇ રહ્યા છે.  ભાવનગર શહેરમાં 6 અને ગ્રામ્યમાં 2 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. શહેર સહિત જીલ્લાનાં 8 કેસમાં 3 મહિલાઓનો […]

Gujarat Others
bdb720ef4a3a6501563001bafb5b2471 કોરોના-ભાવનગર/ શહેર - જીલ્લામાંથી સામે આવ્યા 8 કેસ અને એકનું થયું મોત...

ભાવનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હોવાનાં આંકડા સામે આવી રહ્યા છે. જી હા, જિલ્લામાં એક સાથે કોરોનાના 8 નવા કેસ નોંધાયા હોવાનાં કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. 66 વર્ષના વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયાનાં સમાચારથી લોકો ભયભીત દેખાઇ રહ્યા છે. 

ભાવનગર શહેરમાં 6 અને ગ્રામ્યમાં 2 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. શહેર સહિત જીલ્લાનાં 8 કેસમાં 3 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા છે. તમામ દર્દીઓને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે. 5 દર્દીઓ ની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોવાનું સામે આવી રહ્યુ છે. 

કોરોના વિસ્ફોટની વચ્ચે 66 વર્ષના વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું છે. વૃદ્ધનું મોત આજે  સારવાર દરમિયાન નીપજયું હતું. હાલ કોરોના પોઝિટિવ આંક 150 પર પહોંચ્યો છે તો સાથે સાથે વધુ એક મોત થતા કુલ મૃત્યુ આંક 11 થયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews