Not Set/ કોરોના યથાવત્ છે/ રાજકોટ થઇ જાવ સાવચેત, નહીંતર..! બપોર સુધીમાં નોંધાયા 40 કેસ

કોરોનાનાં લઇને રાજકોટ માટે મોટા અને ભયાવહ સમાચાર સામે આવી રહ્યા છે. કાલે કોરોનાએ અડધી સદી કરતા વધુ કેસ ફટકાર્યા બાદ આજે બપોર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનાં નોંધવામાં આવેલા કેસથી ચિંતા વધી છે. જી હા, આજના દિવસમાં રાજકોટમાં કુલ 40 કોરોનાના પોઝિટિવ કેસ સામેઆવ્યા  છે.  રાજકોટ શહેરમાં 11 ગ્રામ્યમાં 24 અને મોરબી જિલ્લાના 5 કોરોનાના પોઝિટિવ કેસ […]

Gujarat Rajkot
27374e93f4ad23ec28d6bda362ece20f 2 કોરોના યથાવત્ છે/ રાજકોટ થઇ જાવ સાવચેત, નહીંતર..! બપોર સુધીમાં નોંધાયા 40 કેસ

કોરોનાનાં લઇને રાજકોટ માટે મોટા અને ભયાવહ સમાચાર સામે આવી રહ્યા છે. કાલે કોરોનાએ અડધી સદી કરતા વધુ કેસ ફટકાર્યા બાદ આજે બપોર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનાં નોંધવામાં આવેલા કેસથી ચિંતા વધી છે. જી હા, આજના દિવસમાં રાજકોટમાં કુલ 40 કોરોનાના પોઝિટિવ કેસ સામેઆવ્યા  છે. 

રાજકોટ શહેરમાં 11 ગ્રામ્યમાં 24 અને મોરબી જિલ્લાના 5 કોરોનાના પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 232 અને ગ્રામ્યમાં 210 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. માત્ર એક જ સપ્તાહમાં રાજકોટમાં કોરોનાના કેસમાં જબરો ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટમાં કુલ કોરોનાના 442 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અત્યાર સુઘીમાં કુલ 14 કોરોનાના દર્દીઓના મોત થયા છે. અન્ય જિલ્લાઓના 10 દર્દીઓના પણ રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. 

કોરોનાનાં વધતા જતા કેસને કારણે જીલ્લા તંત્રમાં પણ ચિંતાનુ મોજુ જોવામાં આવી રહ્યુ છે. કદાચ આવા જ કારણોને હિસાબે રાજકોટ જીલ્લા કલેક્ટરે ચા-પાણી અને પાનની દુકાનો આગામી 7 દિવસ સદંતર બંધનો આદેશ આપ્યો છે, તો શહેરમા અન્ય વસ્તુઓની દુકાનો પણ સવારનાં 7થી સાજે 4 સુધી જ આગામી સાત દિવસ માટે ખુલ્લી રહેશે તેવા કડક આદેશો આપી દેવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews