Not Set/ કોરોના સંકટકાળમાં અહી આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો દોડી આવ્યા રસ્તે

મંગળવારે, દક્ષિણ મેક્સિકોનાં દરિયાકિનારે એક તીવ્ર ભૂકંપ આવ્યો હતો, અને તેના કંપન ત્યાંથી સેંકડો માઇલ દૂર મેક્સિકો સિટીમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 માપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આંચકા એટલા તીવ્ર હતા કે લોકોને રસ્તાઓ પર આવવાની ફરજ પડી હતી અને સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. જો કે, આ ભૂકંપથી […]

World
2284d8c9ec78b0961b2fca704098f5cd કોરોના સંકટકાળમાં અહી આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો દોડી આવ્યા રસ્તે

મંગળવારે, દક્ષિણ મેક્સિકોનાં દરિયાકિનારે એક તીવ્ર ભૂકંપ આવ્યો હતો, અને તેના કંપન ત્યાંથી સેંકડો માઇલ દૂર મેક્સિકો સિટીમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 માપવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, આંચકા એટલા તીવ્ર હતા કે લોકોને રસ્તાઓ પર આવવાની ફરજ પડી હતી અને સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. જો કે, આ ભૂકંપથી જાન-માલનાં નુકસાન અંગે હાલમાં કોઈ માહિતી મળી નથી. અમેરિકન જીયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપ 7.4 હતો અને તેનું કેન્દ્ર ઓક્સાકા રાજ્યનાં પ્રશાંત મહાસાગરનાં કાંઠે હતું.

મેક્સિકોનાં રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે જણાવ્યું હતું કે, હજી સુધી નુકસાન અંગે કોઈ પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો નથી, તેઓ હજી પણ પર્વતીય રાજ્ય ઓક્સાકાનાં રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓક્સાકા દેશમાં કોફી પ્રોડક્શન, બીચ રિસોર્ટ અને સ્પેનિશ કોલોનિયલ આર્કિટેક્ચર માટે જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.