Not Set/ કોરોના સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે 14 રાજ્યોને સહાયતા રાશિરૂપે રૂ.6195 કરોડ જાહેર કર્યા

કેન્દ્ર સરકાર કોરોના યુદ્ધમાં રાજ્ય સરકારોને મદદ કરવા આગળ આવી છે. નાણાં મંત્રાલયે સોમવારે મહેસૂલી ખાધ ઘટાડવા માટે 14 રાજ્યોને અનુદાન તરીકે રૂ. 6,195 કરોડ જાહેર કર્યા છે. આ રકમ કોરોના વાયરસ સામે લડનારા રાજ્યોનાં સંસાધનો વધારવા માટે બહાર પાડવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતામરણનાં ઓફિસ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. […]

Business
433d206637b00ae9fb872037ab351778 કોરોના સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે 14 રાજ્યોને સહાયતા રાશિરૂપે રૂ.6195 કરોડ જાહેર કર્યા

કેન્દ્ર સરકાર કોરોના યુદ્ધમાં રાજ્ય સરકારોને મદદ કરવા આગળ આવી છે. નાણાં મંત્રાલયે સોમવારે મહેસૂલી ખાધ ઘટાડવા માટે 14 રાજ્યોને અનુદાન તરીકે રૂ. 6,195 કરોડ જાહેર કર્યા છે. આ રકમ કોરોના વાયરસ સામે લડનારા રાજ્યોનાં સંસાધનો વધારવા માટે બહાર પાડવામાં આવી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતામરણનાં ઓફિસ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. સરકારે સોમવારે મહેસૂલ ખાધ અનુદાનનાં રૂપમાં બીજા હપતા તરીકે 14 રાજ્યોને 6,195.08 કરોડ રૂપિયા પૂરા પાડ્યા છે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ સંકટ દરમિયાન રાજ્યોનાં સંસાધનો વધારવા માટે બહાર પાડવામાં આવી છે.

આ સહાયતા રાશિનો પ્રથમ હપ્તો 3 એપ્રિલે સરકારે જાહેર કર્યો હતો, જેમાં રાજ્યોને મહેસૂલ ખાધ અનુદાન તરીકે 6,195 કરોડ રૂપિયા જાહેર કરાયા હતા. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.